ડાઉન સિન્ડ્રોમથી પીડિત સાત વર્ષના પુત્ર સાથે આ સોફ્ટવેર એન્જિનિયર પિતા એવરેસ્ટ પર ચઢશે, પુત્ર સાથે કરી ચૂક્યા છે લેહની યાત્રા

|

Apr 13, 2022 | 12:12 PM

સોફ્ટવેર એન્જિનિયર આદિત્ય તિવારી પોતાના સાત વર્ષના બાળક સાથે માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) સર કરવાની તૈયારી કરી રહ્યા છે. આદિત્ય તિવારીએ જણાવ્યું કે, તેઓ આ પ્લાન પર ઘણા સમયથી કામ કરી રહ્યા છે અને તેમણે એવરેસ્ટ કેસાઉથ બેઝ કેમ્પ (5364 મીટર ઊંચાઈ) પર ચઢવાનું નક્કી કર્યું છે.

ડાઉન સિન્ડ્રોમથી પીડિત સાત વર્ષના પુત્ર સાથે આ સોફ્ટવેર એન્જિનિયર પિતા એવરેસ્ટ પર ચઢશે, પુત્ર સાથે કરી ચૂક્યા છે લેહની યાત્રા
Seven-year-old Avneesh will be the first child to climb Everest (Photo-ANI)

Follow us on

ઈન્દોર શહેરના સોફ્ટવેર એન્જિનિયર આદિત્ય તિવારી (Aditya Tiwari) પોતાના સાત વર્ષના બાળક સાથે માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) સર કરવાની તૈયારી કરી રહ્યા છે. આદિત્ય તિવારીએ જણાવ્યું કે, તેઓ આ પ્લાન પર ઘણા સમયથી કામ કરી રહ્યા છે અને તેમણે એવરેસ્ટ કેસાઉથ બેઝ કેમ્પ (5364 મીટર ઊંચાઈ) પર ચઢવાનું નક્કી કર્યું છે, જેના માટે તેમણે તમામ તૈયારીઓ કરી લીધી છે. આદિત્ય તિવારીના પુત્ર ડાઉન સિન્ડ્રોમથી (Down Syndrome) પીડિત છે. સોફ્ટવેર એન્જિનિયર, આદિત્ય તિવારીએ ડાઉન સિન્ડ્રોમવાળા બાળકો માટે ટ્રેકિંગ વિકલ્પોની શોધ કરવા ઉપરાંત વિશેષ જરૂરિયાતો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ પગલું ભર્યું છે.

ANIના રિપોર્ટ અનુસાર, 33 વર્ષના આદિત્ય તિવારીએ જણાવ્યું કે તે છેલ્લા છ મહિનાથી તેની તૈયારી કરી રહ્યા હતા. તેમનો પુત્ર અવનીશ, જે ક્રોમોસોમલ ડિસઓર્ડર સાથે જન્મ્યો હતો, તે પણ તેની સાથે તેની તૈયારી કરી રહ્યો છે. અમે માર્ગદર્શકો ઉપરાંત વધારાની તબીબી અને અન્ય સહાય સાથે 17,598 ફીટ ચડવાની યોજના બનાવી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીથી તે તેની સ્કૂલ મહુ આર્મી સ્કૂલમાં કડક ટ્રેનિંગ લઈ રહ્યો છે. આદિત્યએ જણાવ્યું કે, તેમનો પુત્ર તિરંગો એવરેસ્ટ પર લઈ જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

અવનીશ એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ બાળક હશે

અવનીશ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકનો પ્રયાસ કરનાર ડાઉન સિન્ડ્રોમ ધરાવતો પ્રથમ અને સૌથી નાનો બાળક હશે. પતિ આદિત્ય તિવારીએ કહ્યું કે, તેમના પુત્રનું સ્વાસ્થ્ય અને રસ મારી પ્રાથમિકતામાં ટોચ પર છે. તેણે કહ્યું કે, ત્રણ અઠવાડિયામાં તે તેના સાત વર્ષના પુત્ર સાથે મળીને આ સિદ્ધિ હાંસલ કરવાનો પ્રયાસ કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આદિત્ય તિવારી તેમના પુત્ર સાથે લેહ જઈ ચૂક્યા છે

ગયા વર્ષની શરૂઆતમાં આદિત્ય તિવારી તેમના પુત્ર સાથે લેહ ગયા હતા. આ સફર વિશે તેણે જણાવ્યું કે, તેણે વર્ષ 2021માં તેના પુત્ર અને કેટલાક શુભેચ્છકો સાથે લેહની ટ્રિપની યોજના બનાવી હતી. ઘણા લોકોએ ટ્રિપ પર પુનર્વિચાર કરવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે “બૌદ્ધિક વિકલાંગ વ્યક્તિ ઊંચાઈએ જઈ શકતી નથી” અને લેહ, સમુદ્ર સપાટીથી 3500 મીટરની ઊંચાઈએ એક મોટો પડકાર હતો.

આ પણ વાંચો: Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા

આ પણ વાંચો: હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article