ઓનલાઈન મંગાવેલા છાણાને કેક સમજીને ખાઈ ગયો વ્યક્તિ, REVIEWમાં લખ્યું કે સ્વાદ અને ક્રિસ્પી પર ધ્યાન આપો

ઓનલાઈન શોપિંગથી (ONLINE SHOPPING) લોકોને ઘણી સુવિધા મળી છે. ઓનલાઈન શોપિંગથી લોકોને બધી પસંદગીની વસ્તુ ઘર બેસીને મળી તેમજ ઘરમાંથી આવતા સામાન મળે છે.

ઓનલાઈન મંગાવેલા છાણાને કેક સમજીને ખાઈ ગયો વ્યક્તિ, REVIEWમાં લખ્યું કે સ્વાદ અને ક્રિસ્પી પર ધ્યાન આપો
ઓનલાઈન મંગાવેલા છાણાને કેક સમજીને ખાઈ ગયો

ઓનલાઈન શોપિંગથી (ONLINE SHOPPING) લોકોને ઘણી સુવિધા મળી છે. ઓનલાઈન શોપિંગથી લોકોને બધી પસંદગીની વસ્તુ ઘર બેસીને મળી તેમજ ઘરમાંથી આવતા સામાન મળે છે. તમારી પસંદની સામગ્રી શોધવી સહેલી છે. પરંતુ કેટલીકવાર આ અનુભવ પણ ખોટો પડે છે. આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડીયામાં (SOCIAL MEDIA) વાયરલ થઈ રહ્યો છે.

એક વ્યક્તિએ એમઝોન પરથી ઓનલાઈન શોપિંગ કર્યું હતું. આ વ્યક્તિએ ઓનલાઈન શોપિંગમાં ગાયના પોદરાના છાણા (COW DUNG) ઓર્ડર કર્યા હતા અને આ વ્યક્તિ તેને કેક (CAKE) સમજીને ખાઈ પણ ગયો હતો.

આ વાત અહી ખતમ થઈ ના હતી. પરંતુ તેને આ છાણા ખાધા પછી કેવું લાગ્યું તેનો રીવ્યુ (REVIEW) પણ લખ્યો હતો. આ સ્ક્રીન શોટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો તેની મજા પણ લઈ રહ્યા છે.

રીવ્યુમાં અઆ વ્યક્તિએ લખ્યું, ‘મેં આ કેક ખાધી તેનો સ્વાદ ખૂબ જ ખરાબ છે, તેનો સ્વાદ ઘાસ જેવો હતો અને તે સ્વાદમાં કાદવ જેવો હતો. કૃપા કરીને સ્વચ્છતાની કાળજી લો અને આના સ્વાદનો પણ ધ્યાન રાખો.

 

જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ગાયના છાણને ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે. છાણનો ઉપયોગ પૂજા પાઠ, ધૂપ સામગ્રી, વાતાવરણ સ્વચ્છ કરવામાં આવશે. તેનો આકાર ગોળ રાખવામાં આવ્યો હોય છે જેથી આ વ્યક્તિને કેક જેવું લાગ્યું છે. તેથી તેણે તે ખાધું જ હશે. તે માનવામાં આવે છે.

આ પણ વાંચો: MAHARAHSTRA GRAM PANCHAYAT ELECTION: આખરે BJP બન્યુ નંબર 1, શિવસેના ત્રીજા નંબરે રહ્યુ

Click on your DTH Provider to Add TV9 Gujarati