દિલ્હીમાં 18 થી વધુ વયના લોકોને 3 મહિનામાં અપાઈ જશે વેક્સિન, જાણો કેજરીવાલ સરકારનો પ્લાન

|

Apr 30, 2021 | 9:37 AM

દિલ્હીમાં આગામી ત્રણ મહિનામાં દરેક પુખ્તવયની વ્યક્તિને વેક્સિન આપવાનો પ્લાન કેજરીવાલ સરકારે બનાવ્યો છે. આ બાબતે કેજરીવાલે માહિતી આપતા લોકોને અપીલ પણ કરી છે.

દિલ્હીમાં 18 થી વધુ વયના લોકોને 3 મહિનામાં અપાઈ જશે વેક્સિન, જાણો કેજરીવાલ સરકારનો પ્લાન
Arvind Kejriwal (File Image)

Follow us on

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આગામી ત્રણ મહિનામાં દિલ્હીના તમામ પુખ્ત વયના લોકોને કોરોના વાયરસની વેક્સિન આપવાની કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કેજરીવાલે કહ્યું કે, મોટા પાયે રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે અને રસી સ્થાપિત કરવા પાત્ર લોકોએ આગળ આવવું જોઈએ.

મોટા પાયે રસીકરણ કેન્દ્ર બનાવશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેમણે ટ્વિટ કર્યું, ‘દિલ્હીમાં રસીકરણ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક કરી. આગામી ત્રણ મહિનામાં, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોના રસીકરણ માટેની યોજના ઘડી હતી. અમે મોટા પાયે રસીકરણ કેન્દ્રો સ્થાપિત કરીશું. બધા પાત્ર લોકોએ રસીકરણ માટે આગળ આવવું જોઈએ.” આ પહેલા દિવસની શરૂઆતમાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે દિલ્હીમાં 18-44 વર્ષની વય જૂથના લોકોને રસીકરણ માટે વેક્સિનનો સ્ટોક નથી.

રસી ખરીદવા માટેના ઓર્ડર

આરોગ્યમંત્રીએ કહ્યું કે ઉત્પાદકોને વેક્સિન ખરીદવાના ઓર્ડર આપવામાં આવ્યા છે. જોકે તેમણે જણાવ્યું હતું કે આ વર્ગના લોકોને વેક્સિન આપવાની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વેક્સિન મેના પ્રારંભમાં રાજધાનીમાં ઉપલબ્ધ થશે.

લેફ્ટનન્ટ ગવર્નરે રસીકરણ અંગે રિપોર્ટ માંગ્યો

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) અનિલ બૈજલે ગુરુવારે મુખ્ય સચિવ વિજય દેવ પાસે કોવિડ -19 સામે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ માટે શહેરની તૈયારી અંગે અહેવાલ માંગ્યો છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (સુધારા) અધિનિયમ, 2021 અમલમાં આવ્યા પછી આ તેમનું પહેલું મહત્વનું પગલું છે. આ કાયદા મુજબ, દિલ્હીમાં “સરકાર” નો અર્થ લેફ્ટનન્ટ ગવર્નર છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સૂચના અનુસાર, એક્ટની જોગવાઈઓ 27 એપ્રિલથી લાગુ છે.

દિલ્હીમાં સંક્રમણના 24 હજારથી વધુ કેસ છે

ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસ સંક્રમણના 24,235 નવા કેસ નોંધાયા છે, દિલ્હીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 11,22,286 થઈ ગઈ છે. શહેરમાં ચેપનો દર 32.82 નોંધાયો હતો. આરોગ્ય વિભાગના બુલેટિનના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ગુરુવારે 395 કોવિડ -19 દર્દીઓનાં મોત નીપજ્યાં. આ જીવલેણ વાયરસના કારણે શહેરમાં અત્યાર સુધીમાં 15,772 લોકોએ જીવ ગુમાવ્યો છે.

 

આ પણ વાંચો: દેશની સૌથી મોટી બેંક SBI અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવશે, 1000 બેડની ICU સુવિધાથી સજ્જ હોસ્પિટલમાં ઈલાજ કરાશે

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી કેબિનેટની વર્ચ્યુલ બેઠક, કોરોનાની સ્થિતિની કરાશે સમિક્ષા

Next Article