દેશની સૌથી મોટી બેંક SBI અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવશે, 1000 બેડની ICU સુવિધાથી સજ્જ હોસ્પિટલમાં ઈલાજ કરાશે

કોરોનાના વધતા જતા કહેરના કારણે લોકોને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ ન મળવાને કારણે તેમની સમસ્યાઓ વધી છે.

  • Ankit Modi
  • Published On - 9:19 AM, 30 Apr 2021
દેશની સૌથી મોટી બેંક SBI અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવશે, 1000 બેડની ICU સુવિધાથી સજ્જ હોસ્પિટલમાં ઈલાજ કરાશે
તસ્વીર પ્રતિકાત્મક

કોરોનાના વધતા જતા કહેરના કારણે લોકોને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ ન મળવાને કારણે તેમની સમસ્યાઓ વધી છે. આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી બેંક SBIએ મદદનો હાથ લંબાવ્યો છે. 30 કરોડના ખર્ચે બેંક અસ્થાયી કોવિડ હોસ્પિટલ બનાવશે જેમાં 1000 બેડની સુવિધા હશે.

SBI દેશના સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં હંગામી હોસ્પિટલો બનાવી રહ્યું છે.જ્યા કોવિડ -19 દર્દીઓની સારવાર કરવામાં આવશે. અહીં આઈસીયુ સુવિધા પણ મળશે. આ અંગે એસબીઆઈના અધ્યક્ષ દિનેશકુમાર ખારા કહે છે કે બેંકે આ કામ માટે 30 કરોડની રકમ પહેલેથી ફાળવી દીધી છે. તેઓ એનજીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટની સાથે હોસ્પિટલ તૈયાર કરી રહ્યા છે.

કોવિડ પ્રભાવિત રાજ્યોમાં હોસ્પિટલો શરૂ કરવામાં આવશે
સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત રાજ્યોમાં એસબીઆઇ બેંક એક હંગામી હોસ્પિટલ બનાવશે. તેમાં 50 આઈસીયુ બેડની સુવિધા હશે. જ્યારે બીજામાં 1000 બેડની સુવિધા હશે. કેટલાક સ્થળોએ 120 બેડ પણ હોઈ શકે છે જ્યારે વધુ જરૂર હશે ત્યાં 150 બેડ સુધીની હોસ્પિટલ બનાવાઈ શકે છે.

ઓક્સિજન માટે કરાર કરાયા
સ્ટેટ બેંક સરકારી હોસ્પિટલો અને બિન-સરકારી સંસ્થાઓ સાથે પણ કોરોના દર્દીઓ માટે ઓક્સિજન આપવા માટે કરાર કરી રહી છે. આ માટે 70 કરોડ ફાળવવામાંઆવ્યા છે. આ સિવાય બેંક તેના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને અગ્રતાના આધારે સારવારની સુવિધા આપી રહી છે.