Pegasus Snoop gate: પેગાસસ જાસૂસી કાંડ પર લોકસભામાં IT મંત્રીનો જવાબ, કહ્યુ, ‘રિપોર્ટ ખોટા અને આધારહીન છે.’

|

Jul 20, 2021 | 7:35 AM

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ડેટામાં એક પણ નંબરની ઉપસ્થિતીથી એ ખબર નથી પડતી કે ડિવાઇસ પેગાસસથી ઇન્ફેકેટેડ હતુ કે તેને હેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Pegasus Snoop gate: પેગાસસ જાસૂસી કાંડ પર લોકસભામાં IT મંત્રીનો જવાબ, કહ્યુ, રિપોર્ટ ખોટા અને આધારહીન છે.
The IT minister's reply in the Lok Sabha on the Pegasus espionage scandal said, "The report is false and baseless."

Follow us on

Pegasus Snoop gate: પેગાસસ સ્પાઇવેરના ઉપયોગથી પત્રકારો અને કાર્યકર્તાઓના ફોન હેક(Phone Hacking) થવાના સમાચારો વચ્ચે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ (Ashwini Vaishnav) લોકસભામાં કહ્યુ હતું કે એક વેબ પોર્ટલ દ્વારા સનસનાટી ભરી ખબર છાપવામાં આવી હતી. આ સમાચાર બહાર આવતા જ તેને લગતા ઘણા બધા આરોપો લગાવવામાં આવ્યા. સંસદના મોન્સૂન સત્ર(Monsoon Session)ના એક દિવસ પહેલા આ પ્રેસ રિપોર્ટ સામે આવી આ વાત કોઇ સંયોગ તો ન હોય શકે

પેગાસૂસ જાસૂસી કાંડ પર આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ લોકસભામાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખે છે. તેમણે કહ્યુ કે, ડેટામાં ફોન નંબર્સના ઉપયોગથી હેક થયા હોવાની પુષ્ટી થતી નથી. તેમણે કહ્યુ કે, ડેટાથી સાબિત નથી થતુ કે સર્વિલાંસ થયુ છે. NSO એ પણ કહ્યુ કે રિપોર્ટ ખોટા અને આધારહીન છે. અશ્વિની વૈષ્ણવે સર્વિલાંસના પ્રોટોકોલ ગણાવતા કહ્યુ કે, કોઇ પણ પ્રકારનું અવૈધ સર્વિંલાંસ અમારી સિસ્ટમમાં સંભવ નથી

આઇટી મિનિસ્ટર વૈષ્ણવે કહ્યુ કે, આરોપ છે કે આ ફોન નંબરો સાથે જોડાયેલા લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે. જો કે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ડેટામાં એક પણ નંબરની ઉપસ્થિતિથી એ ખબર નથી પડતી કે ડિવાઇસ પેગાસસથી ઇન્ફેકેટેડ હતુ કે તેને હેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, અમારા કાયદાઓ અને મજબૂત સંસ્થાનોમાં સંતુલનની સાથે કોઇ પણ પ્રકારની અવૈધ જાસૂસી સંભવ નથી. ભારતમાં આના માટે એક સારી પ્રક્રિયા છે જેના ઉપયોગથી રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશ્યથી ઇલેક્ટ્રોનિક સંચારનું વૈધ અવરોધન કરવામાં આવે છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વૈષ્ણવે વધુમાં જણાવ્યુ કે, ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, 1885 ની ધારા 5(2) અને સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમ 2000 ની ધારા 69 ના પ્રાવધાન અંતર્ગત જ ઇલેક્ટ્રોનિક સંચારનું વૈધ અવરોધન માટે અપીલ પ્રાસંગિક નિયમો પ્રમાણે કરવામાં આવે છે

Next Article