દિલ્લીની આ મહિલા પોલીસ કોન્સ્ટેબલની કામગીરીથી સરકારે ખુશ થઈને આપ્યુ પ્રમોશન, જાણો શુ કરી હતી કામગીરી

|

Jan 19, 2021 | 1:34 PM

દિલ્લી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમા ઢાકાએ બજાવેલી ઉત્તમ કામગીરીને લઈને, સરકારે કોન્સ્ટેબલમાંથી આસી. પોલીસ ઈન્સ્પેકટર પદે બઢતી આપી. સીમા ઢાકાએ દિલ્લીમાંથી ગુમ થયેલા 76 બાળકોને માત્ર અઢી મહિનાના ટુકા ગાળામાં શોધીને તેમના પરિવારને સોપ્યા હતા. ગુમ થયેલા બાળકોની કરેલી ઝડપી શોધને કારણે સરકારે સીમા ઢાકાને પ્રમોશન આપ્યુ છે.    દિલ્હી પોલીસ કમિશનર […]

દિલ્લીની આ મહિલા પોલીસ કોન્સ્ટેબલની કામગીરીથી સરકારે ખુશ થઈને આપ્યુ પ્રમોશન, જાણો શુ કરી હતી કામગીરી

Follow us on

દિલ્લી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમા ઢાકાએ બજાવેલી ઉત્તમ કામગીરીને લઈને, સરકારે કોન્સ્ટેબલમાંથી આસી. પોલીસ ઈન્સ્પેકટર પદે બઢતી આપી. સીમા ઢાકાએ દિલ્લીમાંથી ગુમ થયેલા 76 બાળકોને માત્ર અઢી મહિનાના ટુકા ગાળામાં શોધીને તેમના પરિવારને સોપ્યા હતા. ગુમ થયેલા બાળકોની કરેલી ઝડપી શોધને કારણે સરકારે સીમા ઢાકાને પ્રમોશન આપ્યુ છે.

  

દિલ્હી પોલીસ કમિશનર દ્વારા સમયપુર બદલી ખાતે મહિલા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમા ઢાકાને આઉટ ઓફ ટર્ન પધ્ધતિ મુજબ બઢતી આપવામાં આવી હતી, સીમા ઢાકા દ્વારા અત્યાર સુધીમાં ગુમ થયેલા ૭૬ જેટલા બાળકોને શોધીને તેઓના માતાપિતાને સોંપવામાં આવ્યા છે, મહત્વની વાત એ છે કે સીમા દ્વારા શોધવામાં આવેલા ૭૬ બાળકો પૈકી ૫૬ બાળકો ૧૪ વર્ષથી નીચેની વયના છે એટલે કે સગીર છે, હાલમાં સીમા ઢાકા દિલ્હી પોલીસમાં પ્રથમ પોલીસ કર્મી છે કે જેઓએ ગુમ થયેલા બાળકોને શોધવાની યોજના અંતર્ગત “આઉટ ઓફ ટર્ન ” પધ્ધતિ મુજબ બઢતી મેળવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિલ્હીમાં ગુમ થયેલા બાળકોની મળેલી વધુ પડતી ફરિયાદોને લઇને દિલ્હી પોલીસ કમિશનર દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલ ૧૪ વર્ષથી નીચેના વયના ૫૦ થી વધુ બાળકો એક વર્ષના સમયગાળામાં શોધી કાઢશે તેઓને આઉટ ઓફ ટર્ન મુજબ પ્રમોશન આપવામાં આવશે, તો આ હુકમ અંતર્ગત જેને ૧૫ થી વધુ બાળકો શોધવામાં સફળતા મળી હતી તેઓને અસાધારણ કાર્ય પુરષ્કાર આપવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ તમામ ગુમ થયેલા બાળકો ચાલુ વર્ષના ઓગસ્ટ માસ પહેલા શોધી કાઢવામાં આવ્યા હતા.દિલ્હી પોલીસ દ્વારા ઓગસ્ટ માસ પહેલા ૧૪૪૦ જેટલા ગુમ થયેલા બાળકો શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે હાલ ગુમ થયેલા બાળકોની સંખ્યા ૧૨૨૨ છે, મતલબ ઓગસ્ટ માસ બાદ ગુમ થયેલા બાળકો પણ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ સીમા ઢાકા દ્વારા માત્ર અઢી માસના સમયગાળા દરમ્યાન તેઓના પ્રયત્નથી અલગ અલગ પોલીસમથકના બાળકોને દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓને વહેલા શોધી શકાય તેમજ પોલીસ મથકોમાં વણ ઉકેલાયેલા ગુન્હો વહેલા ઉકેલાય તેમજ પોલીસ કોન્સ્ટેબલોમાં ગુન્હાઓને સોલ્વ કરવા વધુને વધુ પ્રેરાય તે હેતુથી ખાસ અભિયાન રાખવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને મળેલા પ્રમોશનની ઘટના હાલ પોલીસ કર્મચારીઓમાં ભારે ઉત્સાહવર્ધક બની રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:08 pm, Sat, 21 November 20

Next Article