શિક્ષણ પ્રધાન આવતીકાલે વિદ્યાર્થીઓ માટે ‘NIPUN Bharat’ લોન્ચ કરશે, જાણો તેમાં શું છે ખાસ

શિક્ષણ પ્રધાન આવતીકાલે વિદ્યાર્થીઓ માટે ‘NIPUN Bharat’ લોન્ચ કરશે, જાણો તેમાં શું છે ખાસ
NIPUN Bharat

શિક્ષણ પ્રધાને (Education Minister) જણાવ્યું હતું કે, નિપુન ભારત યોજનાને (NIPUN Bharat) શાળા શિક્ષણ વિભાગ દ્વારા પાંચ-સ્તરની સિસ્ટમમાં લાગુ કરવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: TV9 Gujarati

Jul 04, 2021 | 10:02 PM

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ (Education Minister Ramesh Pokhriyal ‘Nishank’) આવતીકાલે એટલે કે 5 જુલાઇ 2021 ના ​​રોજ વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છે.

શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે નેશનલ ઈનીશિએટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અંડરસ્ટેંડિંગ ઍન્ડ ન્યુમેરેસી (NIPUN Bharat) ની શરૂઆત કરશે. આ અંગે શિક્ષણ મંત્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે (National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy).

5 જુલાઈ 2021 ને સોમવારે નિપૂન ભારત (NIPUN Bharat) કાર્યક્રમને સંબોધન કરતી વખતે શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ વર્ચુઅલ મોડમાં NIPUN Bharat નો પ્રારંભ કરશે. શિક્ષણ મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે, એક વીડિયો, રાષ્ટ્રગીત અને નિપૂન ભારતને લગતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

તેમના દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ મૂળભૂત શિક્ષણ અને આંકડાકીય જ્ઞાન (Basic Education and Numerical Knowledge) માટે સુલભ વાતાવરણ પૂરો પાડવાનો રહેશે.

શિક્ષણમંત્રીએ માહિતી આપી

શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ એ (Education Minister Ramesh Pokhriyal ‘Nishank’) જણાવ્યું હતું કે NIPUN Bharat દ્વારા સરકારનો પ્રયાસ રહેશે કે વર્ષ 2026-27 માં ત્રીજા વર્ગના અંત સુધીમાં દરેક બાળક વાંચન, લેખન અને આંકડાકીય કોન્ટેન્ટ શીખવાની જરૂરી સ્પર્ધાત્મકતા પ્રાપ્ત કરી શકે.

શિક્ષણ મંત્રાલયે તેની જાહેરાત કરવા માટે તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર હાથ ધરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે : “ભારત સરકારના શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ, ફાઉન્ડેશનલ સાક્ષરતા અને સંખ્યાત્મકતા પરના રાષ્ટ્રીય મિશનના ભાગ રૂપે, “વાંચન સમજૂતી અને આંકડામાં નિપુણતા માટે રાષ્ટ્રીય પહેલ ”(NIPUN Bharat) શરૂ કરશે.

5 સ્તરની સિસ્ટમમાં લાગુ થશે

નિપૂન ભારતની વિશેષતા વર્ણવતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, આ યોજનાને શાળા શિક્ષણ વિભાગ દ્વારા પાંચ-સ્તરની સિસ્ટમમાં લાગુ કરવામાં આવશે. પાંચ સ્તરો આ મુજબ છે : 1- રાષ્ટ્રીય, 2- રાજ્ય, 3- જિલ્લા, 4- બ્લોક અને 5- શાળા કક્ષા. આ કાર્યક્રમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચલાવવામાં આવશે.

મૂળભૂત સાક્ષરતા અને આંકડાકીય જ્ઞાનનો આ કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં લાગુ કરવાની દિશામાં અપનાવવામાં આવેલા ઉપાયો માનું એક પગલું છે. એમ પણ કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે લેવામાં આવેલા પગલાઓની શ્રેણીમાં મૂળભૂત સાક્ષરતા અને અંકશાસ્ત્ર સામેલ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati