આખરે જીવ બચી ગયો ! બોરવેલમાં 60 ફૂટ ઊંડે પડેલા બાળકને 105 કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો

|

Jun 15, 2022 | 7:36 AM

શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યે રાહુલ ઘરની પાછળ આવેલા 80 ફૂટ ઊંડા બોરવેલમાં (Borwell) પડી ગયો હતો, 60 ફૂટની ઉંડાઈએ ફસાયેલા રાહુલને બચાવવા 105 કલાક રેસક્યુ કરવામાં આવ્યુ.

આખરે જીવ બચી ગયો ! બોરવેલમાં 60 ફૂટ ઊંડે પડેલા બાળકને 105 કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો
105 કલાક બાદ બાળકને બચાવી લેવામાં આવ્યો

Follow us on

છત્તીસગઢના(Chhattisgarh) જાંજગીર-ચંપા જિલ્લામાં સૂકા બોરવેલમાં (Borwell) પડેલા 11 વર્ષના છોકરા રાહુલ સાહુને 105 કલાક સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ બચાવી લેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે સાંજે શરૂ થયેલા વિશાળ બચાવ અભિયાનમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), આર્મી, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સહિત 500 થી વધુ કર્મચારીઓ સામેલ હતા.

તમને જણાવી દઈએ કે, છતીસગઢના પિહરીડ ગામમાં એક બાળક ઘરની પાછળ આવેલા 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. તે લગભગ 60 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયો હતો અને તેને ઓક્સિજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રસ્તાઓ પથરાળ હતો, પણ અમારો ઈરાદો મક્કમ હતોઃ મુખ્યમંત્રી બઘેલ

બોરવેલમાં ફસાયેલા રાહુલ સાહુના (Rahul Sahu) સફળ બચાવ પર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે(CM Bhupesh Baghel)  તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. હેલ્થ ચેકઅપ માટે રાહુલને ગ્રીન કોરિડોર બનાવીને બિલાસપુરની અપોલો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. મુખ્યમંત્રી બઘેલે કહ્યુ હતુ કે, લગભગ 105 કલાક સુધી બોરવેલમાં ફસાયેલા હોવા છતાં રાહુલે ઘણી હિંમત બતાવી. આ બચાવ કામગીરી ખૂબ જ પડકારજનક હતી, જેને બચાવ ટુકડીઓએ ઘણી ધીરજ, સમજણ અને હિંમત સાથે પૂર્ણ કરી છે. બઘેલે જણાવ્યું હતું કે NDRF, SDRF, SECL, છત્તીસગઢ રાજ્ય પોલીસ, ભારતીય સેના, તબીબી ટીમ અને વહીવટી અધિકારીઓ સહિત બચાવ ટીમમાં સામેલ દરેક ટીમ અને દરેક વ્યક્તિએ સંયુક્ત રીતે ફરજ બજાવતા રાહુલને બોરવેલમાંથી બહાર કાઢવાનું કપરું કાર્ય પાર પાડ્યુ.

105 કલાક સુધી દિલધડક રેસક્યુ

બોરવેલમાં ફસાયેલા રાહુલ સાહુના સુરક્ષિત બચાવ પર ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રી બઘેલે ટ્વીટમાં(TWEET)  લખ્યું છે કે, પડકાર મોટો હતો અને રસ્તાઓ ખડકાળ હતા, પણ અમારો ઇરાદો મક્કમ હતો. તેમણે કહ્યું કે દરેકની પ્રાર્થના અને બચાવ ટીમના અથાક, સમર્પિત પ્રયાસોને કારણે રાહુલ સાહુને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. અમારી ઈચ્છા છે કે તે જલદીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.

Published On - 7:34 am, Wed, 15 June 22

Next Article