Meghalaya election : ભાજપમાં બિફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી !, હું પોતે પણ ખાઉં છું, મેઘાલય ભાજપ પ્રમુખનું મોટુ નિવેદન

|

Feb 20, 2023 | 12:46 PM

ભારતીય જનતા પાર્ટીના મેઘાલય પ્રમુખે રાજ્યમાં ચૂંટણીના થોડા દિવસો પહેલા બીફને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપમાં બીફ ખાવા પર કોઈને વાંધો નથી. હુ પોતે પણ બીફ ખાવ છું. આજ સુધી મને આ અંગે કોઈની તરફથી કોઈ સૂચના મળી નથી.

Meghalaya election : ભાજપમાં બિફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી !, હું પોતે પણ ખાઉં છું, મેઘાલય ભાજપ પ્રમુખનું મોટુ નિવેદન
મેઘાલય ભાજપ પ્રમુખનું મોટુ નિવેદન
Image Credit source: Google

Follow us on

મેઘાલયમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અહીં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અર્નેસ્ટ મોરીના નિવેદનથી ચૂંટણીમાં ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પહેલા માવરીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે ભાજપમાં બીફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાચો: Meghalay Election 2023: PM મોદીને મેઘાલયમાં રેલીની પરવાનગી નથી મળી, ભાજપે કહ્યું સંગમા ડરી ગયા લાગે છે

મોરીએ કહ્યું કે ભાજપમાં બિફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી. તેણે કહ્યું કે તે પોતે બીફ ખાય છે અને તેનાથી કોઈને કોઈ સમસ્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે ભાજપની અંદર કોઈ સમસ્યા નથી. પાર્ટી કોઈપણ જાતિ, સંપ્રદાય કે ધર્મ વિશે વિચારતી નથી. આપણે ખાવુ હોય તે ખાઈ શકીએ છીએ, તે આપણી ખાવાની આદતોમાં સામેલ છે. શા માટે કોઈપણ રાજકીય પક્ષને આમાં સમસ્યા હોવી જોઈએ?

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ અંગે કોઈ સૂચના મળી નથી

જ્યારે માવારીને પૂછવામાં આવ્યું કે હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. આના પર તેણે કહ્યું કે તે પોતાની ફૂડ હેબિટ્સ ફોલો કરે છે અને આના પર કોઈ પ્રતિબંધ નથી, અમને આ અંગે કોઈ સૂચના મળી નથી. તેમણે કહ્યું કે મેઘાલયમાં દરેક વ્યક્તિ બીફ ખાય છે અને રાજ્યમાં તેના પર કોઈ પ્રતિબંધ નથી.

‘બીફ ખાવુ એ આપણી સંસ્કૃતિ’

માવારીએ વધુમાં જણાવ્યું હતું કે આ આપણી આદત અને સંસ્કૃતિ છે. બીફ સંબંધિત મુદ્દા પર ટિપ્પણી કરવા ઉપરાંત, મોરીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સંભાવનાઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે પાર્ટી રાજ્યની તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. તેની પાસેથી સારા પરિણામની અપેક્ષા છે. તેમણે કહ્યું કે મેઘાલયમાં NPP અને UDP સાથે જોરદાર મુકાબલો થશે.

27 ફેબ્રુઆરીએ 60 બેઠકો પર મતદાન થશે

ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 34 બેઠકો જીતશે. જો કે તે લોકો કોને મત આપે છે તેના પર નિર્ભર કરે છે. માવરીએ વધુમાં કહ્યું હતું કે જો લોકો રાજ્યમાં શાંતિ અને વિકાસ ઈચ્છે છે, તો તેમણે ચોક્કસપણે ભાજપને રાજ્યમાં શાસન કરવાની તક આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી, 2023ના રોજ મેઘાલયમાં 60 સીટો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેનું પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે.

Published On - 12:41 pm, Mon, 20 February 23

Next Article