દર વર્ષે ભારતીયો થઇ રહ્યાં છે ઠીંગણા, એક અભ્યાસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો

દર વર્ષે ભારતીયો થઇ રહ્યાં છે ઠીંગણા, એક અભ્યાસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો
The average height of Indians is declining every year

Average Indian Height : ખાસ વાત એ છે કે આદિવાસી મહિલાઓ તેમજ ગરીબ વર્ગની મહિલાઓની સરેરાશ ઉંચાઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Oct 18, 2021 | 6:03 PM

ભારતીયોની સરેરાશ ઉંચાઈ (Average Indian Height) અંગેના એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વિશ્વના મોટાભાગના દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની સરેરાશ ઉંચાઈ વધી છે, પરંતુ ભારતમાં તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. દેશના લોકોનું કદ ઘટી રહ્યું છે. 2005-06 અને 2015-16 વચ્ચેના દાયકા દરમિયાન દેશમાં પુખ્ત મહિલાઓ અને પુરુષોની સરેરાશ ઉંચાઈ ઘટી છે. ખાસ વાત એ છે કે આદિવાસી મહિલાઓ તેમજ ગરીબ વર્ગની મહિલાઓની સરેરાશ ઉંચાઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ભારતીયોની ઉંચાઈ ઘટવાના કારણ પણ આંકડામાં દર્શાવાયા છે. આ સમયગાળા દરમિયાન, શ્રીમંતોમાંથી મહિલાઓની સરેરાશ ઉંચાઈ વધી છે. ડેટા જોઈને એ સ્પષ્ટ થાય છે કે સરેરાશ ઉંચાઈ પોષણ અને અન્ય સામાજિક અને પર્યાવરણીય પરિબળો સાથે સંબંધિત છે. ઓપન એક્સેસ સાયન્સ જરનલ PLOS Oneમાં થયેલા એક અભ્યાસ પરથી આ વાત સામે આવી છે.PLOS One દ્વારા 1998-99, 2005-06 અને 2015-16માં હાથ ધરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) ના આધારે પુખ્ત મહિલાઓ અને પુરુષોની સરેરાશ ઉંચાઈની સરખામણી કરતા એક અભ્યાસ હાથ ધર્યો હતો.

ઉદાહરણ તરીકે, 2005-06 થી 2015-16 દરમિયાન 15 થી 25 વયજૂથની મહિલાઓની સરેરાશ ઉંચાઈના આંકડા જોઈએ તો આદિવાસી મહિલાઓની સરેરાશ ઉંચાઈ આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ઘટી છે. તેની સરેરાશ ઉંચાઈ 0.42 સેમી ઘટી છે. આ સાથે 26 થી 50 વયજૂથમાં લગભગ સમાન વલણ છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (Jawaharlal Nehru University – JNU)ના સેન્ટર ઓફ સોશિયલ મેડિસિન એન્ડ કોમ્યુનિટી હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે 1998-99 અને 2005-06 વચ્ચે દરેક વયજૂથમાં દરેક જાતિ, ધર્મ અને રાજ્યની મહિલાઓની સરેરાશ ઉંચાઈ વધી હતી. આમાં એક માત્ર મેઘાલય અપવાદરૂપ હતું, જ્યાં તે સમયગાળામાં સરેરાશ ઉંચાઈ ઘટી હતી.

2015-16 પહેલાના દાયકામાં, 26-50 વયજૂથમાં મહિલાઓની સરેરાશ ઉંચાઈમાં નજીવો વધારો થયો હતો. જોકે, આદિવાસી અને ગરીબ મહિલાઓની ઉંચાઈ ઘટી હતી.

આ પણ વાંચો : રણજિતસિંહ હત્યાકેસમાં ગુરમિત રામ રહીમ સહીત અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા

આ પણ વાંચો : PUNJAB : પુરઝડપે આવેલી કારે બે યુવતીઓને અડફેટે લીધી, જુઓ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati