Atiq Ahmed shot dead : પીઠ પાછળ કાળી બેગ લઈ આવેલા હુમલાખોરોએ ચલાવી ધડાધડ ગોળી, અતીક-અશરફની હત્યા કરી ત્રણેયે કર્યું આત્મસમર્પણ

અતીક અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે પોલીસ કસ્ટડીમાં રહેલા બંને ભાઈઓ મીડિયાને મળ્યા હતા. અશરફે તેના સાથીદાર ગુડ્ડુ મુસ્લિમનું નામ લઈને કઈંક કહી રહ્યો હતો ત્યારે જ પોઈન્ટ બ્લેંક ગોળીબાર કરીને હત્યા કરાઈ હતી.

Atiq Ahmed shot dead : પીઠ પાછળ કાળી બેગ લઈ આવેલા હુમલાખોરોએ ચલાવી ધડાધડ ગોળી, અતીક-અશરફની હત્યા કરી ત્રણેયે કર્યું આત્મસમર્પણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 12:59 PM

યુપી પોલીસની કસ્ટડીમાં રહેલા ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કરનારા આરોપીઓએ, ધડાધડ 22 ગોળીઓ છોડીને બન્નેને ઢેર કરી દીધા. અતીકને પોઈન્ટ બ્લેંક ગોળી માર્યા બાદ પણ આરોપીઓએ, સતત ગોળીબાર ચાલુ રાખ્યો હતો. અશરફ અને અતીક જે સ્થળે ઊભા હતા ત્યાં જ બન્ને લોહીથી લથબથ થઈને ઢળી પડ્યાં હતા. પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા હતા.

અતીક અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ જ્વાઈ રહ્યા હતા

શહેરને ગોળીઓથી હચમચાવી દેનાર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બદમાશોએ પોલીસ કસ્ટડીમાંજ બંને ભાઈઓની હત્યા કરી. કહેવામાં આવી રહ્યું છે કે અતીક અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે પોલીસ કસ્ટડીમાં રહેલા બંને ભાઈઓ મીડિયાને મળ્યા હતા. અશરફે તેના ગુડ્ડુ મુસ્લિમનું નામ લેતા જ ત્રણ સશસ્ત્ર બદમાશો પત્રકારોના વેશમાં આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. જેને જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા

બદમાશોએ લગભગ 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અતીકને બદમાશોએ પહેલી જ ગોળી મારી દીધી હતી, પરંતુ તે બચી નહિ જાય તે માટે બદમાશોએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. જોકે આ આ ઘટના બાદ પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા હતા. આ દરમિયાન હુમલાખોરો જય શ્રી રામના નારા લગાવતા હોવાની પણ વાત સામે આવી હતી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કોણ હતા આ ત્રણ બદમાશો?

અતીક અને અશરફને ગોળીઓથી વિખેરી નાખનારા ત્રણ બદમાશોની ઓળખ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય તરીકે થઈ છે. પોલીસ હવે ત્રણેયની કુંડળી શોધવામાં લાગેલી છે. બીજી તરફ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : 17 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સસ્પેન્ડ, પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ, CM બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી

પુત્ર બાદ હવે અતીક અને અશરફની પણ હત્યા કરવામાં આવી છે

મહત્વની વાત એ છે કે, ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસ ઘણા દિવસોથી અતીક અહેમદ અને અશરફની પૂછપરછ કરી રહી હતી. માફિયા અતીકના પુત્ર અસદ અને તેના ગુલામ મોહમ્મદની ગુરુવારે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ હવે અતીક અને અશરફની પણ શનિવારે રાત્રે હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે. જેને લઈ યુ.પી માં વાતાવરણ તંગ બન્યું છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">