લાલ કિલ્લામાં પોલીસને મારી તોડફોડ કરનાર, આરોપી ધર્મેન્દ્રની પોલીસે ધરપકડ કરી

લાલ કિલ્લામાં પોલીસને મારી તોડફોડ કરનાર, આરોપી ધર્મેન્દ્રની પોલીસે ધરપકડ કરી
લાલ કિલ્લામાં પોલીસને માર મારવા, તોડફોડ કરવા બદલ પોલીસે ધર્મેન્દ્રની કરી ધરપકડ

26 જાન્યુઆરીએ ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર હિંસા ફેલાવવા અને ધ્વજ ફરકાવવાના આરોપી ધર્મેન્દ્રસિંહ હરમનને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચની એસઆઇટી દ્વારા ધરપકડ કરી છે.

Chandrakant Kanoja

| Edited By: Bipin Prajapati

Feb 04, 2021 | 8:37 AM

26 જાન્યુઆરીએ ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન Red Fort  પર હિંસા ફેલાવવા અને ધ્વજ ફરકાવવાના આરોપી ધર્મેન્દ્રસિંહ હરમનને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચની એસઆઇટી દ્વારા ધરપકડ કરી છે. ધર્મેન્દ્ર Red Fort પર હિંસા દરમિયાન ફેસબુક લાઇવ કરી રહ્યો હતો. છેલ્લા 2 મહિનાથી તે સિંઘુ બોર્ડર પર જતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાંચની ટીમને ધર્મેન્દ્રના ફૂટેજ મળ્યાં હતાં. જેમાં તે કાર પર સવાર હતો. ધર્મેન્દ્ર સિંહ અખિલ ભારતીય પરિવાર  પાર્ટી સાથે સંકળાયેલો છે.

આ  પૂર્વે 1 ફેબ્રુઆરીએ એસઆઈટીએ લાલ કિલ્લાની અંદર સીઆઈએસએફ જવાનને તલવાર મારનારા આકાશપ્રીતની ધરપકડ કરી હતી. જે પંજાબનો રહેવાસી છે. પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા દરમિયાન 394 સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. વિરોધીઓએ લાલ કિલ્લાની અંદર હિંસા પણ કરી હતી.

પોલીસને સેંકડો વીડિયો ક્લિપ મળી

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ગયા શનિવાર સુધી પોલીસને સામાન્ય લોકો પાસેથી 1,700 વિડિઓ ક્લિપ્સ અને સીસીટીવી ફૂટેજ પણ મળી ચૂક્યા છે. જે હિંસા સંબંધિત તપાસમાં મદદ કરી શકે છે. પોલીસના જણાવ્યા મુજબ, હિંસા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ટ્રેક્ટરની ઓળખ કરવામાં આવી છે અને તેમના માલિકોને નોટિસ ફટકારી છે.

26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસે ગયા ગુરુવારે ખેડૂત નેતાઓને ‘લુકઆઉટ’ નોટિસ ફટકારી હતી અને હિંસા પાછળના કાવતરાની તપાસની જાહેરાત કરી હતી. ગયા અઠવાડિયે ફોરેન્સિક ટીમ તપાસ માટે લાલ કિલ્લા અને આઇટીઓમાં ગઈ હતી. તે જ સમયે તે ગાઝીપુરના એક પ્રદર્શન સ્થળ પર ગઈ હતી.

1 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી પોલીસના પીઆરઓએ કહ્યું હતું કે, ખેડૂત આંદોલનને લગતા કેસોમાં દિલ્હી પોલીસે 44 એફઆઈઆર નોંધી 122 લોકોને ધરપકડ કરી છે. તેમણે કહ્યું, ‘અમે અમારી વેબસાઇટ પર માહિતી આપી છે પોલીસે કોઈ પણ વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત કરી નથી. તેમજ લોકોને અપીલ કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપવું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati