તમારા CMને આભાર કહેજો, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવિત પરત ફર્યોઃ મોદી
ભટિંડા એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ પર પાછા ફર્યા બાદ પીએમ મોદી (PM Modi) એ પંજાબ (Punjab) ના અધિકારીઓને કહ્યું, "તમારા સીએ (CM) નો આભાર કે હું ભટિંડા (Bhatinda) એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો છું."
પંજાબમાં રોડ માર્ગે પ્રવાસ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) સુરક્ષામાં મોટા છીંડાં સામે આવ્યાં છે. કેટલાક પ્રદર્શનકારીઓના કારણે તે ફ્લાયઓવર (flyover ) પર 15-20 મિનિટ માટે અટવાઈ ગયા હતા, આ ઘટનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Union Home Ministry) એ સુરક્ષામાં મોટી ભૂલ ગણાવી છે. આ ઘટનાને પગલે SSP ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી બાજુ કોંગ્રેસને પણ તેમના પર ખોટા આક્ષેપ કરાતા હોવાનું કહ્યું છે.
રાષ્ટ્રીય કક્ષાની સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા બાદ પીએમ મોદીએ પંજાબના અધિકારીઓને કહ્યું કે, “તમારા સીએમનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.”
વડાપ્રધાન મોદી પંજાબનાં વિકાસ કામોના લોકાર્પણ માટે રોડ પરથી જતા હતા ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી દેતાં તેમનો કાફલો 15 થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન ગંભીર સુરક્ષા ભંગ બાદ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
— ANI (@ANI) January 5, 2022
ઈવેન્ટ કેન્સલ નથી, પણ મોકૂફ રાખવામાં આવી છેઃ માંડવિયા વડા પ્રધાન ભટિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન મનસુખ માંડવિયા (Mansukh Mandvia) એ કહ્યું કે, “વડાપ્રધાન આપને બધાને મળવા માંગતા હતા પરંતુ કેટલાક કારણોસર તેઓ આજે અમારી વચ્ચે આવી શક્યા નથી. વડા પ્રધાનને તમને બધાને મળવાની ખૂબ ઈચ્છા હતી. તેમણે કહ્યું છે કે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યો છે.” મોદી બે વર્ષના ગાળા પછી આજે પંજાબ પહોંચ્યા હતા. વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ થયા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત હતી. આ કાયદાને લઈને ખેડૂતોએ લગભગ એક વર્ષથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
42,750 કરોડથી વધુની કિંમતના પ્રોજેક્ટનો શિલાન્યાસ થવાનો હતો વડા પ્રધાન ફિરોઝપુરમાં ચંદીગઢ સ્થિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) ના સેટેલાઇટ સેન્ટર અને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે સહિત રૂ. 42,750 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના હતા. તેમાં અમૃતસર-ઉના સેક્શનનું ચાર માર્ગીકરણ, મુકેરિયાં-તલવારા રેલ્વે લાઇનનું ગેજ રૂપાંતર અને કપૂરથલા અને હોશિયારપુરમાં બે નવી મેડિકલ કોલેજોની સ્થાપનાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ બાદ વડાપ્રધાન એક રેલીને પણ સંબોધિત કરવાના હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે પંજાબના ફિરોઝપુરમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કેવી હોય છે વડાપ્રધાનની સુરક્ષા ? જાણો શું હોય છે તેનો પ્રોટોકોલ
આ પણ વાંચોઃ શું મહારાષ્ટ્રમાં થશે મિની લોકડાઉન ? બેઠક બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે લેશે આખરી નિર્ણય