Bandipora terrorist attack : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં પોલીસ પર આતંકવાદીઓનો હુમલો, બે પોલીસકર્મીઓ શહીદ

|

Dec 10, 2021 | 6:13 PM

આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે.

Bandipora terrorist attack : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં પોલીસ પર આતંકવાદીઓનો હુમલો, બે પોલીસકર્મીઓ શહીદ
Symbolic image

Follow us on

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) બાંદીપોરામાં (Bandipora) પોલીસ પર આતંકવાદી હુમલામાં (Terrorist attacks) બે પોલીસકર્મીઓના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ગુલશન ચોક ખાતે આતંકવાદીઓએ પોલીસ (police ) ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓના મોત થયા છે.

બાંદીપોરામાં ગુલશન ચોક (Gulshan Chowk) પાસે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ પછી ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. પોલીસ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બે જવાન ખરાબ રીતે ઘાયલ થયા હતા, જે બાદ તેમને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હાલ હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને નાકાબંધી કરી દેવામાં આવી છે. આતંકીઓને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધનું અભિયાન તેજ કર્યું છે. જેના કારણે આતંકીઓ હવે ઓચિંતો હુમલો કરીને સૈનિકો અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલાઓ દ્વારા આતંકવાદીઓની નિરાશા દેખાઈ રહી છે. જોકે, ભારતીય સેના તેમને જડબાતોડ જવાબ આપી રહી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 1,033 આતંકી હુમલા

તાજેતરમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 1,033 આતંકવાદી હુમલા થયા છે. તેમાંથી 2019માં સૌથી વધુ 594 બનાવો નોંધાયા હતા. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં 244 આતંકવાદી હુમલા થયા હતા, જ્યારે ચાલુ વર્ષમાં 15 નવેમ્બર સુધી આવી 196 ઘટનાઓ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ

પરંપરાગત ખેતીના અનુભવ અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય-ઉત્પાદન વૃદ્ધિની સફળતા કૃષિકારોને મળશે : મુખ્યમંત્રી

આ પણ વાંચોઃ

Human Rights Day: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો ભારતમાં નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકારો વિશે

 

Published On - 5:38 pm, Fri, 10 December 21

Next Article