દેશના 10 રાજ્યોમાં Corona ની ભયંકર સ્થિતિ, દિલ્હી થી કેરલ, ગુજરાતથી બંગાળ સુધી કોરોનાનો કહેર, જાણો વિવિધ રાજ્યોની સ્થિતિ

દિલ્હી થી કેરલ, ગુજરાતથી બંગાળ સુધી Corona નો કહેર, સૌથી વધુ મહારષ્ટ્રમાં 63729 નવા કેસ, 398 મૃત્યુ

દેશના 10 રાજ્યોમાં Corona ની ભયંકર સ્થિતિ, દિલ્હી થી કેરલ, ગુજરાતથી બંગાળ સુધી કોરોનાનો કહેર, જાણો વિવિધ રાજ્યોની સ્થિતિ
IMAGE SOURCE : GOOGLE

દેશભરમાં Corona ની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. 16 એપ્રિલે કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે, ત્યારબાદ દિલ્હીનો ક્રમ આવે છે. ગુજરાત સહીત દેશના 10 રાજ્યોમાં અત્યારે સ્થિતિ ભયંકર સ્તરે પહોચી છે. આવો જોઈએ દેશના વિવિધ રાજ્યોની 16 એપ્રિલે Corona ના નવા કેસ, મૃત્યુ અને ડીસ્ચાર્જ કેસની સ્થિતિ. ગુજરાતમાં કોરોનાના નવા કેસોની માહિતી માટે અહી ક્લિક કરો. 

1) આંધ્રપ્રદેશ: 6096 નવા કેસ, 20 મૃત્યુ આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 6,096 નવા કેસ નોંધાયા છે અને 20 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 2,194 લોકો સ્વસ્થ થયા છે. અહીં 35,592 સક્રિય કેસ છે. કેસની કુલ સંખ્યા 9,48,231 છે અને કુલ 7,373 લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,05,266 લોકો સાજા થયા છે.

2) પશ્ચિમ બંગાળ : 6910 નવા કેસ, 26 મૃત્યુ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં, Corona ના 6,910 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2,818 લોકો સ્વસ્થ થયા છે અને 26 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ 6,43,795 કેસ નોંધાયા છે. કુલ 5,92,242 લોકો સ્વસ્થ થયા છે. ત્યાં 41,047 એક્ટીવ કેસ છે અને અત્યાર સુધીમાં 10,506 લોકો મૃત્યુ પામ્યા છે.

3) રાજસ્થાન: 7359 નવા કેસ, 31 મૃત્યુ રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 7,359 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2,791 લોકો સ્વસ્થ થયા અને 31 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં 3,95,309 કેસ છે અને કુલ 3,072 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે કુલ 3,38,424 લોકો સાજા થયા છે અને એક્ટીવ કેસની સંખ્યા 53,813 છે.

4) તમિલનાડુ : 8,449 નવા કેસ, 33 મૃત્યુ તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,449 નવા કેસ નોંધાયા છે અને 33 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 4,920 લોકો સ્વસ્થ થયા છે. અહીં 61,593 એક્ટીવ કેસ છે. કેસની કુલ સંખ્યા 9,71,384 છે અને કુલ 13,032 લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,96,759 લોકો સાજા થયા છે.

5) કેરલ : 10,031 નવા કેસો, 21 મૃત્યુ કેરલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,031 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3,792 લોકો સ્વસ્થ થયા છે અને 21 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ 12,07,332 કેસ નોંધાયા છે. કુલ 11,32,267 લોકો સાજા થયા છે. ત્યાં 69,868 એક્ટીવ કેસ છે અને અત્યાર સુધીમાં 4,877 લોકો મૃત્યુ પામ્યા છે.

6) મધ્યપ્રદેશ: 11045 નવા કેસો, 60 મૃત્યુ મધ્યપ્રદેશમાં, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,045 નવા કેસ નોંધાયા છે, જ્યારે 7,496 લોકો સ્વસ્થ થયા છે અને 60 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ 3,84,563 કેસ નોંધાયા છે. કુલ 3,20,955 લોકો લોકો સાજા થયા છે. ત્યાં 59,183 સક્રિય કેસ છે અને અત્યાર સુધીમાં 4,425 લોકો મૃત્યુ પામ્યા છે.

7) કર્ણાટક: 14859 નવા કેસ, 78 મૃત્યુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 14,859 નવા કેસ નોંધાયા છે. 4,031 લોકોને રજા આપવામાં આવી હતી અને 78 લોકો મૃત્યુ પામ્યા હતા. અહીંના કુલ કેસ 11,24,509 છે. જ્યારે કુલ 10,03,985 લોકો સ્વસ્થ થયા છે. કુલ 13,190 લોકો મૃત્યુ પામ્યા છે અને એક્ટીવ કેસની સંખ્યા 1,07,315 છે.

8) દિલ્હી: 19486 નવા કેસ, 141 મૃત્યુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,486 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12,649 લોકો સ્વસ્થ થયા છે અને 141 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ 8,03,623 કેસ નોંધાયા છે. અહીં એક્ટીવ કેસની સંખ્યા 61,005 છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,30,825 લોકો સ્વસ્થ થયા છે અને કુલ 11,793 લોકોનાં મોત નીપજ્યાં છે.

9) મહારાષ્ટ્ર : 63729 નવા કેસ, 398 મૃત્યુ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63,729 નવા કેસ નોંધાયા છે. જ્યારે 45,335 લોકો સ્વસ્થ થયા છે અને 398 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ 37,03,584 કેસ નોંધાયા છે. અહીં એક્ટીવ કેસની સંખ્યા 6,38,034 છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 30,04,391 લોકો સ્વસ્થ થયા છે અને કુલ 59,551 લોકો મૃત્યુ પામ્યા છે.

  • Follow us on Facebook

Published On - 11:21 pm, Fri, 16 April 21

Click on your DTH Provider to Add TV9 Gujarati