Telangana: ગૃહપ્રધાન અમિત શાહે નેશનલ સાઈબર ફોરેન્સિક લેબોરેટરીનું કર્યુ ઉદ્ઘાટન, થોડીવારમાં જનસભાને કરશે સંબોધિત

|

May 14, 2022 | 5:52 PM

તેલંગાણા પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંદી સંજય કુમારના નેતૃત્વમાં પાર્ટીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રજા સંગ્રામ યાત્રાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. બીજો તબક્કો 14 એપ્રિલે આંબેડકર જયંતિ પર ગડવાલના આલમપુરમાં આવેલા જોગુલાંબા મંદિરથી શરૂ થયો હતો.

Telangana: ગૃહપ્રધાન અમિત શાહે નેશનલ સાઈબર ફોરેન્સિક લેબોરેટરીનું કર્યુ ઉદ્ઘાટન, થોડીવારમાં જનસભાને કરશે સંબોધિત
Amit Shah (File photo)
Image Credit source: PTI

Follow us on

તેલંગાણાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) શનિવારે અહીં નેશનલ સાયબર ફોરેન્સિક લેબોરેટરી (NCFL)નું ઉદ્ઘાટન કર્યું. આ લેબોરેટરી હૈદરાબાદની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આવેલી છે. તેલંગાણામાં (Telangana) આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP) તેલંગાણામાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. અમિત શાહ આજે પ્રજા સંગ્રામ યાત્રાના બીજા તબક્કાના સમાપન દિવસે એક જાહેર સભાને પણ સંબોધશે.

ઉલ્લેખનીય છે કે તેલંગાણા પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંદી સંજય કુમારના નેતૃત્વમાં પાર્ટીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રજા સંગ્રામ યાત્રાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. બીજો તબક્કો 14 એપ્રિલે આંબેડકર જયંતિ પર ગડવાલના આલમપુરમાં આવેલા જોગુલાંબા મંદિરથી શરૂ થયો હતો. તેલંગાણાના તુક્કુગુડા ક્ષેત્રમાં પ્રજા સંગ્રામ યાત્રા (તબક્કો-2)ના સમાપન દિવસે સાંજે 6.30 વાગ્યે ગૃહ પ્રધાન એક જાહેર સભાને સંબોધશે.

શાહની જાહેર સભાનું રાજકીય મહત્વ

આ પહેલા કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ શુક્રવારે રેલીના સ્થળની મુલાકાત લીધી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં પરિવર્તન આવશે અને આગામી સરકાર ભાજપની હશે. શાહની જાહેર સભા રાજકીય મહત્વ ધારણ કરે છે કારણ કે ભાજપ આવતા વર્ષે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વિકલ્પ તરીકે ઉભરી આવવા માંગે છે. 2020 અને 2021માં દુબક અને હુઝુરાબાદ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપની સફળતા પ્રોત્સાહક છે.

TRS અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ

તે જ સમયે, તેલંગાણામાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ની વિધાન પરિષદના સભ્ય કલવકુંતલા કવિતાએ શાહને તેમની મુલાકાત પહેલા ટ્વિટર પર કેટલાક પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે અમિત શાહે તેલંગાણાના લોકોને કહેવું જોઈએ કે કેન્દ્ર સરકાર રાજ્યને બાકી લેણાં ક્યારે ચૂકવશે. ટીઆરએસના નેતાએ વધતી મોંઘવારી, રેકોર્ડબ્રેક બેરોજગારી, ભાજપના શાસનમાં મોટાપાયે સાંપ્રદાયિક હિંસા અને ઈંધણની કિંમતને લગતા પ્રશ્નો પર શાહનો જવાબ માંગ્યો હતો. તમને જણાવી દઈએ કે તેલંગાણામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ ટીઆરએસ અને ભાજપ વચ્ચે ઘણા મહિનાઓથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.

Next Article