Telangana: CM ચંદ્રશેખર રાવનો ભાજપને ખુલ્લો પડકાર, કહ્યું’તેલંગાણાની સરકાર તોડીને બતાવો, હું કેન્દ્રની સરકાર તોડી પાડીશ’

|

Jul 02, 2022 | 5:41 PM

તેલંગાણાના નાગરિકોએ ઓળખ મેળવવા માટે 60 વર્ષથી સંઘર્ષ કર્યો છે. જરૂર પડશે તો અમે યુદ્ધ પણ લડીશું.'' તે જ સમયે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા શનિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક વચ્ચે તેલંગાણા પહોંચ્યા હતા.

Telangana: CM ચંદ્રશેખર રાવનો ભાજપને ખુલ્લો પડકાર, કહ્યુંતેલંગાણાની સરકાર તોડીને બતાવો, હું કેન્દ્રની સરકાર તોડી પાડીશ
K. Chandrashekar Rao (CM of Telangana)
Image Credit source: File Image

Follow us on

મહારાષ્ટ્રની ગાદી કબજે કર્યા બાદ ભાજપનું સંપૂર્ણ ધ્યાન હવે દક્ષિણના રાજ્યો પર છે અને તેમાં પણ ખાસ કરીને તેલંગાણા (Telangana) પર છે. આજે હૈદરાબાદમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ છે. આ બેઠક પહેલા જ રાજ્યમાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. વાસ્તવમાં તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે (Chandrashekhar Rao) દાવો કર્યો છે કે રાજ્યમાં હાજર કેન્દ્રીય મંત્રીઓ કહે છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારને પછાડ્યા બાદ હવે તેલંગાણામાં સત્તારૂઢ ટીઆરએસ સરકારને તોડી પાડવાનો સમય આવી ગયો છે. આ મામલે રાવે કડક સૂરમાં ભાજપને (BJP) પડકાર ફેંક્યો છે.

ચંદ્રશેખર રાવે કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટી તેલંગાણામાં મારી સરકારને તોડી નાખે તેની હું રાહ જોઈશ.’ ચંદ્રશેખર રાવ જેમને કેસીઆર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને કહ્યું, ‘હૈદરાબાદમાં હાજર કેટલાક કેન્દ્રીય મંત્રીઓ દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારને તોડી પાડ્યા પછી (શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન) તેલંગાણામાં ટીઆરએસ સરકાર પાડવાનો સમય આવી ગયો છે. કેસીઆરએ કહ્યું, “ઠીક છે… અમારી સરકારને તોડી દો. હું પણ આ ક્ષણની રાહ જોઈશ, જેથી હું મુક્ત થઈ શકું અને પછી કેન્દ્રની સરકારને તોડી પાડું.

‘જરૂર પડશે તો અમે યુદ્ધ પણ લડીશું’

તેલંગાણાના નાગરિકોએ ઓળખ મેળવવા માટે 60 વર્ષથી સંઘર્ષ કર્યો છે. જરૂર પડશે તો અમે યુદ્ધ પણ લડીશું.” તે જ સમયે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા શનિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક વચ્ચે તેલંગાણા પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે તેમનું સ્વાગત કર્યું હતું. આજે ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હૈદરાબાદ પહોંચ્યા છે, પરંતુ સીએમ કેસીઆર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા ન હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને ધ્યાનમાં રાખીને ભાજપે સમગ્ર શહેરને ઝંડા, પોસ્ટરો અને બેનરોથી ઢાંકી દીધું છે, જ્યારે TRSએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે અને શહેરભરમાં PM મોદી અને ભાજપને નિશાન બનાવતા પોસ્ટર અને બેનરો લગાવ્યા છે. ઘણા પોસ્ટરોમાં ‘બાય, બાય મોદી, અબ બસ કરો’ અને ‘બસ થઈ ગયું મોદી’ લખીને સીધા વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. ટીઆરએસ અને મુખ્યપ્રધાન રાવનું આ વર્તન ભાજપના નેતાઓને આક્રોશપૂર્વક પસાર કરી રહ્યું છે. તેમણે મુખ્યપ્રધાન રાવ અને તેમની પાર્ટીના આ પગલાની આકરી ટીકા કરી છે. પાર્ટીના નેતાઓએ વળતો જવાબ આપતા કહ્યું કે આવી રણનીતિ અપનાવીને અને શક્તિ પ્રદર્શિત કરીને રાવ અને ટીઆરએસ ન તો વડાપ્રધાન મોદીનું કદ ઘટાડી શકશે, ન તો તેઓ તેમને લોકોના હૃદયથી દૂર કરી શકશે.

Next Article