તસ્કરો પાસેથી મળ્યું 3 કરોડનું ઘુવડ અને 2 કરોડનો બે મોઢા વાળો સાંપ,જાણો કયા ઉપયોગમાં આવે છે આ જીવ

|

Jul 22, 2020 | 11:30 AM

મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં STFને વન્યજીવોની તસ્કરી કરવા વાળી એક મોટી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઉજ્જૈન STF દ્વારા વન્યજીવોની તસ્કરી કરવા વાળી બે ગેંગનાં બે ડઝન જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ ગેંગમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ ગેંગ પાસેથી એક ગોલ્ડન ઘુવડ અને એક બે મોઢા વાળો સાંપ પણ જપ્ત કર્યો […]

તસ્કરો પાસેથી મળ્યું 3 કરોડનું ઘુવડ અને 2 કરોડનો બે મોઢા વાળો સાંપ,જાણો કયા ઉપયોગમાં આવે છે આ જીવ
http://tv9gujarati.in/taskaro-pase-thi…-aave-che-aa-jiv/

Follow us on

મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં STFને વન્યજીવોની તસ્કરી કરવા વાળી એક મોટી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઉજ્જૈન STF દ્વારા વન્યજીવોની તસ્કરી કરવા વાળી બે ગેંગનાં બે ડઝન જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ ગેંગમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ ગેંગ પાસેથી એક ગોલ્ડન ઘુવડ અને એક બે મોઢા વાળો સાંપ પણ જપ્ત કર્યો છે કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા થવા જાય છે.

ઉજ્જૈન STFનાં અધિકારી નિતેશ ગર્ગનાં જણાવ્યા અનુસાર તેમને માહિતિ મળી હતી કે અમુક લોકો ઉજ્જૈન થી નાનાખેડા વિસ્તારમાં વન્યજીવોને વેચવા માટે ગ્રાહકની શોધ કરી રહ્યા છે. આ બાતમીનાં આધારે STFએ જાળ પાથરી હતી અને બે કારમાં સવાર 10 જેટલા લોકો પોલીસની પકડમાં આવી ગયા હતા કે જેમાં ચાર મહિલા પણ હતી. ઝડપાયેલા આરોપીઓ ઈન્દોર અને તેની આસપાસમાં જ રહેતા હતા. જિલ્લા પોલીસ વડાનાં જણાવ્યા મુજબ કારમાં સવાર લોકો પાસેથી સોનેરી ઘુવડ અને બે માઢા વાળો સાંપ (Red Sand Boa)ને કબજે લીધો હતો. આ કબજે લેવાયેલા વન્યજીવો અત્યંત દુર્લભ છે. સોનેરી ઘુવડને સ્મગલરો તાંત્રિક ક્રિયાઓ માટે વેચે છે જેની કિંમત 3 કરોડ રૂપિયા થવા જાય છે, તો બે મોઢા વાળો સાંપનો વપરાશ દવા બનાવવા માટે કરવામાં આવે છે તેની કિંમત આશરે 2.25 કરોડ રૂપિયા થવા જાય છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

STFએ તમામ આરોપીઓ વિરૂદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ કાર્યવાહી કરતા તેમની પુછપરછ શરૂ કરી દીધી છે. તેમની પુછપરછ કરીને STFએ જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપી ક્યારથી વન્યજીવોની તસ્કરીનું કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી તેમણે આવા કેટલા વન્યજીવોને એમણે વેચ્યા છે. એ પણ કોશિશ કરી રહી છે કે તેમનું કનેક્શન મધ્યપ્રદેશની બહાર પણ જોડાયેલું છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે.

Published On - 11:20 am, Wed, 22 July 20

Next Article