Tandoor murder case: 23 વર્ષે હેડ કોન્સ્ટેબલ કુંજુને મળ્યો ન્યાય, પ્રમોશનના તમામ લાભ આપવા સુપ્રીમનો આદેશ

Tandoor murder case : 1995 માં તંદુર હત્યાકેસમાં ઘટનાસ્થળે સૌપ્રથમ પહોંચેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજુને આખરે ન્યાય મળ્યો છે. 23 વર્ષ પછી કુંજુએ તેના વિભાગ વિરુદ્ધ દાખલ કરેલો કેસ જીતી લીધો છે.

Tandoor murder case: 23 વર્ષે  હેડ કોન્સ્ટેબલ કુંજુને મળ્યો ન્યાય, પ્રમોશનના તમામ લાભ આપવા સુપ્રીમનો આદેશ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 06, 2021 | 4:48 PM

Tandoor murder case : દિલ્હીમાં વર્ષ 1995 માં ઘટેલા તંદુર હત્યાકેસમાં મુખ્ય સાક્ષી હોવાના કારણે અને સારી કામગીરી કરવાને કારણે અબ્દુલ નઝીર કુંજુ (Abdul Nazir Kunju) ને પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ પગારમાં ફક્ત પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ મામલામાં કુંજુએ પોતાના વિભાગની વિરુદ્ધ જીત મેળવી છે અને સુપ્રીમકોર્ટે દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યો છે કે તેઓને તેમની સિનિયોરિટી તેમજ  આપવામાં આવતા તમામ લાભ બે મહિનામાં આપવામાં આવે.

શું હતો તંદૂર હત્યા કેસ ?  Tandoor murder caseની સમગ્ર ઘટના જોઈએ તો આ કેસમાં કુંજુની ગવાહી સૌથી મહત્વની હતી કારણ કે  કુંજુ તે ઘટનાસ્થળ પર સૌપ્રથમ પહોંચ્યો હતો. આ કેસમાં દિલ્હી યુથ કોંગ્રેસના પ્રમુખ સુશીલ શર્માએ તેની પત્ની નૈના સાહનીની હત્યા કરવા અને ત્યારબાદ રેસ્ટોરન્ટના એક તંદૂરમાં મૃતદેહને બાલી નખી પુરાવા નષ્ટ કરવાના કેસમાં  દોષી ઠેરવવામાં આવ્યો હતો.

માત્ર પાંચ રૂપિયા પગાર વધ્યો, છતાં જુનિયરથી ઓછો પગાર  Tandoor murder caseમાં સારી કામગીરી બદલ દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજુને પ્રમોશનના રૂપે પગારમાં માત્ર પાંચ રૂપિયા વધારવામાં આવ્યા હતા. કુંજુએ જણાવ્યું કે જ્યારે પાંચમું પગારપંચ લાગુ થયું ત્યારે મારો પગાર મારા જુનિયર સાથીઓ કરતાં પણ ઓછો હતો. આથી કુંજુએ પોતાને થયેલા અન્યાય બદલ પોતાના જ વિભાગ સામે બાયો બચડાવી હતી. 

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

સેંટ્રલ ટ્રિબ્યુનલમાંથી સુપ્રીમમાં પહોંચ્યો કેસ  અબ્દુલ નઝીર કુંજુએ 2006માં સેંટ્રલ એડમિનિસ્ટ્રેટિવ  ટ્રિબ્યુનલમાં પોતાના વિભાગ સામે ફરિયાદ નોંધી હતી. આ ટ્રિબ્યુનલે કુંજુના પક્ષમાં નિર્ણય આપતા દિલ્હી પોલીસે આ નિર્ણયને માન્ય ન રાખી દિલ્હી હાઇકોર્ટમાં કેસ લઈ જવામાં આવ્યો. દિલ્હી હાઇકોર્ટે પણ કુંજુના પક્ષમાં નિર્ણય આપતા છેવટે દિલ્હી પોલીસ સુપ્રીમમાં કેસ લઈ ગઈ, આખરે 23 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે પણ અબ્દુલ નઝીર કુંજુના પક્ષમાં ચુકાદો આપી પ્રમોશનના તમામ લાભો આપવા દિલ્હી પોલીસને નિર્દેશ કર્યો છે. 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">