TAMILNADU : ફટાકડાની ફેક્ટરીમાં આગથી 11ના મૃત્યુ, CM અને PMએ સહાયની જાહેરાત કરી

TAMILNADU : ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 કામદારોનાં મોત, 36થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

TAMILNADU : ફટાકડાની ફેક્ટરીમાં આગથી 11ના મૃત્યુ, CM અને PMએ સહાયની જાહેરાત કરી
| Edited By: | Updated on: Feb 12, 2021 | 7:06 PM

TAMILNADU : શુક્રવારે તમિલનાડુના વિરૂદ્ધનગર જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. વિરૂદ્ધનગર જિલ્લામાં સત્તુરના અચ્છનકુલમ ગામે આવેલી ફેક્ટરી આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવા માટે કેમિકલનું મિશ્રણ તૈયાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ બપોરે 1.30 વાગ્યે થયો હતો. આ વિસ્ફોટમાં 36થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આગને કાબુમાં લેવા ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી હતી.

CM પલાનીસામી, PM મોદીએ સહાયની કરી જાહેરાત
તામિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસામીએ ફેક્ટરીમાં આગને કારણે મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને 3 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ઘાયલોને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી નેશનલ રીલીફ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ .50,000ની સહાયની જાહેરાત કરી છે.

PM મોદીએ દુઃખ વ્યકત કર્યું
તામિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 11 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં PM મોદીએ દુઃખ વ્યકત કરતા કહ્યું , “તામિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના દુ:ખદ છે. દુ:ખની આ ઘડીમાં પીડિત પરિવારો પ્રત્યેની મારી સંવેદના. મને આશા છે કે અ ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જશે. પ્રશાસન આગની ઘટનામાં અસરગ્રસ્ત લોકોની સહાય માટેગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યું છે. ”