કારતકમાં મેઘ તાંડવ ! ચેન્નઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, આજે શાળા-કોલેજો રહેશે બંધ

|

Nov 29, 2021 | 7:28 AM

ચેન્નઈ અને તેના આસપાસના વિસ્તારમાં અવિરત વરસાદ કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે તમિલનાડુની રાજધાની ચેન્નઈ અને અન્ય 10 જિલ્લાઓમાં આજે શાળાઓ અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે.

કારતકમાં મેઘ તાંડવ ! ચેન્નઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, આજે શાળા-કોલેજો રહેશે બંધ
Heavy Rain In Chennai

Follow us on

Tamil Nadu : તમિલનાડુના ઘણા વિસ્તારોમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે. રાજ્યમાં સામાન્ય કરતાં લગભગ 75 ટકા વધુ વરસાદ નોંધાયો છે. લગભગ 100 વર્ષમાં ત્રીજી વખત ચેન્નાઈમાં (Chennai) નવેમ્બર મહિનામાં 100 સેમીથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 29 નવેમ્બર સુધી ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, ભારે વરસાદને પગલે તમિલનાડુમાં 11,000 થી વધુ લોકોને 123 આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આગાહીને ધ્યાનમાં રાખીને ચેંગલપેટ અને કાંચીપુરમ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તૈનાત કરવામાં આવ્યા છે. સતત બીજા દિવસે ચેન્નાઈ અને તેના ઉપનગરોના મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને(CM M. K. Stalin) રવિવાર સાંજે પ્રભાવિત વિસ્તારોનુ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને પાણીના નિકાલ માટે ઝડપી પગલાં લેવા નિર્દશ કર્યા હતા. પૂંડી સહિતના શહેરના જળાશયોમાંથી 8,500 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ચેન્નાઈ અને અન્ય 10 જિલ્લાઓમાં સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રહેશે

સાલેમ જિલ્લાના મેત્તુર ડેમમાંથી લગભગ 23,600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ મહિનામાં 1,006 મીમી જેટલો વરસાદ (Heavy Rains) નોંધાયો હતો. અવિરત વરસાદને કારણે ચેન્નાઈ અને તેના આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે તામિલનાડુની રાજધાની ચેન્નાઈ અને અન્ય 10 જિલ્લાઓમાં સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે.

જળાશયોમાંથી વધારાનું પાણી છોડવાને કારણે રવિવારે ઘણા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.જેને કારણે ઘણા સ્થળોએ ટ્રાફિક ડાયવર્ઝન (Traffic Diversion) લાગુ કરવામાં આવ્યું હતું અને ચેતવણી આપવા માટે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તિરુવલ્લુર જિલ્લાના પૂંડી ડેમમાંથી વધારાનું પાણી છોડવાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.કારતરમાં મેધ તાંડવ થતા હાલ જગતના તાતની ચિંતા વધી છે.

 

આ પણ વાંચો : Earthquake in Tamil Nadu: તમિલનાડુમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા

આ પણ વાંચો : Omicron’ વેરિઅન્ટથી બચવા માટે તમામ દેશોએ અપનાવવા જોઈએ આ 10 ઉપાય, મુસાફરી પર પ્રતિબંધ પૂરતો નથી

Next Article