તાજમહેલની મુલાકાત માટે નવી વ્યવસ્થા લાગુ, આગરા જતા પહેલા જરૂર વાંચો આ ખબર

|

Dec 11, 2020 | 8:09 PM

તાજમહેલમાં હવેથી સવારે 1500 અને સાંજે 3500 પ્રવાસીઓને જ પ્રવેશ મળશે. આ વ્યવસ્થા ગૂરૂવારથી લાગુ કરી દેવામાં આવી છે. પહેલા સવારે અને સાંજે 2500-2500 પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી હતી. કોરોના અને ઠંડીના કારણે સવારે આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઇ છે.જેના કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ ટિકિટોની નવી વ્યવસ્થા કરી છે. સાંજે ટિકિટોની સંખ્યા વધારીને 3500 કરવાથી […]

તાજમહેલની મુલાકાત માટે નવી વ્યવસ્થા લાગુ, આગરા જતા પહેલા જરૂર વાંચો આ ખબર

Follow us on

તાજમહેલમાં હવેથી સવારે 1500 અને સાંજે 3500 પ્રવાસીઓને જ પ્રવેશ મળશે. આ વ્યવસ્થા ગૂરૂવારથી લાગુ કરી દેવામાં આવી છે. પહેલા સવારે અને સાંજે 2500-2500 પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી હતી. કોરોના અને ઠંડીના કારણે સવારે આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઇ છે.જેના કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ ટિકિટોની નવી વ્યવસ્થા કરી છે.

સાંજે ટિકિટોની સંખ્યા વધારીને 3500 કરવાથી પર્યટકોની મુશ્કેલી ઓછી થઈ છે. ગૂરૂવારે સંજે પાંચ વાગ્યે તાજમહેલ પહોચેલા પ્રવાસીઓએ ટિકિટ બુક કરવાનો પ્રયત્ન કર્યો તો ફક્ત 8 ટિકિટોનું બુકીંગ બાકી હતું. જ્યારે અન્ય ટિકિટો વેંચાઈ ગઈ હતી. પહેલા સાંજના સ્લોટમાં 2500 ટિકિટો હતી. જે બપોર બાદ જ વેંચાઈ જતી હતી અને ત્યારબાદ ટિકિટ મળતી નહોતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

શિયાળા અને કોરોનાના કારણે સવારે ઘટ્યા પ્રવાસીઓ
દરઅસલ એવું થતું હતું કે શિયાળાના અને કોરોનાના કારણે તાજમહેલ પર સવારના સ્લોટમાં એક હજારથી 1500 લોકો આવતા હતાં.. જેના કારણે આશરે 1 હજાર જેટલી ટિકિટો રોજ બેકાર જતી હતી. એએસઆઈના અધિકારીએ કહ્યું કે સંસ્કૃતી મંત્રાલય સ્તરથી જ ટિકિટો માટે બદલાવ નક્કી કરાયો છે. આ હજુ પ્રાયોગીક ધોરણે છે.

પર્યટન સંસ્થાઓએ કરી હતી માંગ
પર્યટન સંગઠન આગરા ટુરિસ્ટ વેલ્ફેર ચેંબરે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતી મંત્રી પ્રહલાદસિંહ પટેલને સવારે 35 ટકા અને સાંજે 65 ટકા પર્યટકોના પ્રવેશની મંજૂરી દેવાની માંગ કરી હતી. જેના બાદ એએસઆઈએ આ બદલાવ શરૂ કર્યો. એએસઆઈની ઓનલાઈન ટિકિટ વેબસાઈટ પર ટિકિટોની સંખ્યા નિર્ધારીત કરી છે.

15 હજારના પ્રવેશની માંગ ઠુકરાવી
પર્યટન સંગઠનો, ટુર ઓપરેટર્સ, જનપ્રતિનીધીઓએ તાજ પર ટિકિટોની સંખ્યા 5 હજરથી 15 હજાર કરવાની માંગ કરી હતી. જો કે, મંત્રાલયે સાફ કહી દીધું છે કે કેપીંગ 5 હજારથી વધારે નહી કરાય. પહેલા 30-70ના રેશીયોમાં ટિકિટ વિતરણ કરવાની કવાયતનું પરિણામ જોવાશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગયાં વર્ષ સુધી આવતા હતાં 23 હજાર પ્રવાસીઓ

ડિસેમ્બર મહિનામાં આ વર્ષે તાજમહેલ પર ગયા વર્ષની સરખામણીએ માત્ર 20 ટકા પ્રવાસીઓ જ આવે છે. ગયાં વર્ષે આઆ દિવસોમાં 23 થી 25 હજાર પ્રવાસીઓ પ્રતિદિવસ આવતા હતાં, જે ક્રિસમસની રજાઓમાં વધીને 40 હજાર પર પહોંચતા હતાં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 8:06 pm, Fri, 11 December 20

Next Article