Surgical Strike વર્ષગાંઠ પહેલા એલઓસી પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ, સર્ચ ઓપરેશન શરૂ, ઉરીમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા સ્થગિત

|

Sep 21, 2021 | 12:28 PM

બારામુલ્લાના ઉરી સેક્ટરમાં મોબાઇલ ટેલિફોની અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ

Surgical Strike વર્ષગાંઠ પહેલા એલઓસી પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ, સર્ચ ઓપરેશન શરૂ, ઉરીમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા સ્થગિત
Suspicious activities on LOC before Surgical Strike anniversary, launch search operation

Follow us on

Surgical Strike: ઉરી હુમલા બાદ પાકિસ્તાનને તેના નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપવા માટે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. પાકિસ્તાન, જે દર વખતે પછડા઼ટ ખાધા બાદ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. હવે નિયંત્રણ રેખા (LOC) પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ મળી આવી છે. સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આમાં મદદ કરવા માટે, બારામુલ્લાના ઉરી સેક્ટરમાં મોબાઇલ ટેલિફોની અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે સેનાએ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. સેનાએ 18 અને 19 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર “શંકાસ્પદ પ્રવૃત્તિ” શોધી હતી. આ પછી આ વિસ્તારમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે બીજા દિવસે પણ ઓપરેશન ચાલુ રહ્યું હતું અને ઘુસણખોરોને પકડવા માટે તેને વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં મોબાઈલ ટેલિફોનીક અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

પીઓકેમાં આતંકવાદીઓ માર્યા ગયા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પાંચ વર્ષ પહેલા વર્ષ 2016 માં, અંધારાનો લાભ લઈને, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(Jaish-E-Mohammed)ના આતંકવાદીઓએ ઉરી, જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો (Surgical Strike in POK). જેમાં 19 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાના બરાબર દસ દિવસ પછી, 28 સપ્ટેમ્બરના રોજ, ભારતીય સૈનિકોએ સૈનિકોની શહાદતનો બદલો લીધો અને પીઓકેમાં પ્રવેશ કર્યો (Uri Attack). અને આતંકવાદીઓને મારી નાખ્યા. ભારતીય સેનાની એક વિશેષ ટીમે આતંકવાદીઓના ઠેકાણાઓનો પણ નાશ કર્યો હતો.

Next Article