Gyanvapi Masjid Survey : જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ આજે સુપ્રીમ કોર્ટમાં રજૂ નહીં થાય

|

May 17, 2022 | 11:10 AM

જ્ઞાનવાપીનો વિવાદ હવે દેશની સૌથી મોટી કોર્ટમાં પહોંચી ગઈ છે. આજે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી થશે. અંજુમન ઈંતઝામિયા મસ્જિદ કમિટીએ આ સર્વે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

Gyanvapi Masjid Survey : જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ આજે સુપ્રીમ કોર્ટમાં રજૂ નહીં થાય
Survey of Gyanvapi Masjid
Image Credit source: PTI

Follow us on

ઉત્તર પ્રદેશના વારાણસીમાં (Varanasi) આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો (Gyanvapi) સર્વે રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ કરવો મુશ્કેલ છે. કોર્ટ કમિશનર વિશાલ સિંહે કહ્યું કે અમારો રિપોર્ટ 50 ટકા સુધી તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર નથી, તેથી તે આજે કોર્ટમાં રજૂ કરી શકશે નહીં. કોર્ટમાં અરજી કરીને સમય માંગીશું. અમે સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે વધુ 2-3 દિવસનો સમય માંગીશું. જ્ઞાનવાપી મસ્જિદની (Gyanvapi Masjid) લડાઈ હવે દેશની સૌથી મોટી કોર્ટમાં પહોંચી ગઈ છે. આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી થશે. અંજુમન ઈંતઝામિયા મસ્જિદ કમિટીએ આ સર્વે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સર્વેનો આદેશ 1991ના પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટની વિરુદ્ધ છે.

કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રાને ટાંકીને રજુ કરાયેલા મીડિયા રિપોર્ટ મુજબ, આજે જ રિપોર્ટ રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે 2 વાગ્યા સુધીમાં તૈયારી કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ, હવે 50:50 તક છે.” સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહે સમાચાર એજન્સી ANIને કહ્યું, “14 થી 16 મે. સુધીના ત્રણ દિવસ સર્વે ચાલ્યો. માત્ર 50% રિપોર્ટ તૈયાર છે. તેથી અમે તેને આજે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી શકીશું નહીં. અમે કોર્ટ પાસે 3-4 દિવસનો સમય માંગીશું.

સર્વે દરમિયાન ટીમે વઝુખાના માટે બનાવેલા કૃત્રિમ તળાવમાંથી પાણી ખાલી કરાવ્યું હતું. હિંદુ પક્ષનો દાવો છે કે પાણી ઓછું થતાં જ તે જગ્યાએ શિવલિંગ દેખાયું હતું. આ જોઈને હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન સર્વે સ્થળ છોડીને સીધા સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ)ની કોર્ટમાં ગયા. આ પછી કોર્ટે વઝુખાનાને સીલ કરવાનો આદેશ કર્યો હતો. સીઆરપીએફને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Published On - 10:37 am, Tue, 17 May 22

Next Article