AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સર્વેઃ યુપીમાં ભાજપની બેઠકો ઘટશે, જાણો પંજાબ સહિત 5 રાજ્યોમાં કોની બની શકે છે સરકાર

પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. સર્વે અનુસાર કોંગ્રેસને 42 થી50 બેઠકો અને શિરોમણી અકાલી દળ (SAD)ને 16 થી24 બેઠકો મળી શકે છે.

સર્વેઃ યુપીમાં ભાજપની બેઠકો ઘટશે, જાણો પંજાબ સહિત 5 રાજ્યોમાં કોની બની શકે છે સરકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 12:08 PM
Share

2022 ની શરૂઆતમાં દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે. આમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકાર સત્તામાં છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસ સત્તામાં છે. સી-વોટર અને અન્યોએ કરેલા સર્વે મુજબ આગામી ચૂંટણીમાં કયા રાજ્યમાં સત્તાની ફેરબદલ થશે અથવા કયો પક્ષ ફરી સત્તામાં આવશે ? તે અંગે જાણો આ અહેવાલ.

સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે. રાજ્યમાં વિધાનસભાની 403 બેઠકો છે. સર્વે મુજબ ભાજપ અને તેના સહયોગી દળોને રાજ્યમાં 213થી 221 બેઠકો મળી શકે છે. બીજી તરફ બીજેપી ગઠબંધનને 41 ટકા વોટ મળી શકે છે. આ સિવાય સમાજવાદી પાર્ટી (SP) અને તેના સહયોગીઓ 152 થી 160 સીટો પર જીત મેળવી શકે છે. મતોની ટકાવારીની દૃષ્ટિએ પણ તેઓ 31 ટકા સાથે બીજા ક્રમે છે. સર્વે અનુસાર, બહુજન સમાજ પાર્ટી (BSP)ને 16 થી 20 બેઠકો (મત ટકાવારી-15), કોંગ્રેસને 6થી 10 બેઠકો (મતની ટકાવારી-9) અને અન્યને 2 થી 6 બેઠકો (મત ટકાવારી-4) મળી શકે છે.

પંજાબમાં AAP સૌથી મોટી પાર્ટી છે બીજી તરફ પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે. રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. સર્વે અનુસાર કોંગ્રેસને 42-50 (મત ટકાવારી-35), શિરોમણી અકાલી દળ (SAD)ને 16-24 બેઠકો (મત ટકાવારી-21), આમ આદમી પાર્ટીને 47-53 બેઠકો (મત ટકાવારી-36) મળી શકે છે. અહીં ભાજપનું પ્રદર્શન કથળવાના સંકેત દેખાઈ રહ્યા છે.

ઉત્તરાખંડમાં ભાજપની લીડ શક્ય છે સર્વે અનુસાર, ઉત્તરાખંડમાં ભાજપની આગેવાની થવાની ધારણા છે, જો કે કોંગ્રેસ અહીં કડક ટક્કર આપી શકે છે. રાજ્યમાં 70 વિધાનસભા મતવિસ્તાર છે. અહીં ભાજપને 36-40 બેઠકો (મત ટકાવારી-41) પર જીત મળી શકે છે. બીજી તરફ, કોંગ્રેસને 30-34 બેઠકો (મત ટકાવારી-36), આમ આદમી પાર્ટીને 0-2 (મતની ટકાવારી-12) અને અન્યને 0-1 બેઠકો મળવાની ધારણા છે.

ગોવામાં પણ ભાજપનુ પુનરાવર્તન થઈ શકે છે ગોવામાં પણ બીજેપી પુનરાગમન કરતી જોવા મળી રહી છે. રાજ્યમાં વિધાનસભાની 40 બેઠકો છે. સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 19-23 બેઠકો (મત ટકાવારી-36) મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસને 2-6 બેઠકો (મત ટકાવારી-19) અને આમ આદમી પાર્ટીને 3-7 બેઠકો (મત ટકાવારી-24) મળી શકે છે. સર્વેમાં અન્ય લોકોને 8-12 બેઠકો મળે તેવી અપેક્ષા છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ પણ રાજ્યમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

મણિપુરમાં ‘ખેલા’ યોજાશે જ્યારે મણિપુરમાં ભાજપ 25-29 બેઠકો (મત ટકાવારી-39) પર જીત મેળવી શકે છે. રાજ્યમાં વિધાનસભાની 60 બેઠકો છે. આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષ બહુમતીનો આંકડો પાર કરી શકતો નથી. સર્વે અનુસાર, કોંગ્રેસને 20-24 બેઠકો (મતની ટકાવારી-33), નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ને 4-8 બેઠકો (મત ટકાવારી-9) અને અન્યને 3-7 (મતની ટકાવારી-19) મળી શકે છે.

આ પણ વાંચોઃ

2021 T20 World Cup Final: ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને સરળતાથી ફાઈનલની ટિકિટ ન મળી, જાણો તેમના પ્રવાસની સફળ વિશે

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">