ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટ કડક, Meta-Twitter પાસેથી માંગ્યો રિપોર્ટ

|

Sep 19, 2022 | 3:59 PM

આપની જાણકારી માટે જણાવી દઈએ કે માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે (Supreme Court)કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે કેન્દ્ર આ મામલામાં વહેલી તકે વિગતવાર રિપોર્ટ દાખલ કરે.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટ કડક, Meta-Twitter પાસેથી માંગ્યો રિપોર્ટ
Image Credit source: File Photo

Follow us on

ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને બળાત્કારના વીડિયોને ઓનલાઈન અપલોડ કરવા અંગે સરકાર હંમેશાથી ખૂબ જ કડક રહી છે. આપને જણાવી દઈએ કે હવે સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ મેટા અને માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર સહિત અન્ય કંપનીઓને કંપ્લાયંસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે કેન્દ્ર આ મામલામાં વહેલી તકે વિગતવાર રિપોર્ટ દાખલ કરે.

સુપ્રીમ કોર્ટે રિપોર્ટમાં માંગી આ માહિતી

SC એ અન્ય કંપનીઓ સહિત Meta અને Twitter જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમના અહેવાલમાં જણાવવા આદેશ આપ્યો છે કે આ બધી કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર બળાત્કારના વીડિયો અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા વીડિયો અપલોડ કર્યા પછી તેને રોકવા માટે શું પગલાં લીધાં છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ રિપોર્ટ માંગવા પાછળનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે જાણ કરવી જોઈએ કે આવા સંવેદનશીલ મામલાઓમાં તેમના પ્લેટફોર્મ પર આ વીડિયોને રોકવા માટે કયા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. કંપનીઓએ આવી પ્રવૃત્તિઓને રોકવા માટે માત્ર કડક નિયમો જ બનાવવા જોઈએ નહીં, પરંતુ આ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તેની પણ ખાતરી કરવી જોઈએ જેથી કરીને કોઈ આવા અશ્લીલ વીડિયો અપલોડ ન કરી શકે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોટા ભાગના કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે આવા વીડિયો શૂટ થયા બાદ ઓનલાઈન મુકવામાં આવે છે, જેની માઠી અસર માત્ર છોકરીઓ પર જ નહીં પરંતુ બાળકો પર પણ પડે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાંથી મળેલા આદેશ પર કેન્દ્ર સરકાર આ મામલે વિગતવાર રિપોર્ટ દાખલ કરશે.

આ મામલો મોહાલીથી સામે આવ્યો છે

યાદ અપાવી દઈએ કે તાજેતરમાં એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓના વીડિયો લીક થવાના સમાચાર સામે આવ્યા છે, જે બાદ મામલો ગરમાયો છે. આ મામલામાં જણાવવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થિનીઓ નહાતી હોવાનો વીડિયો બનાવ્યા બાદ તે લીક થઈ ગયો છે.

Next Article