AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court News : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે એનવી રમણે લીધા શપથ, દેશનાં 48માં ન્યાયાધીશ બન્યા

Supreme Court News : આજે એટલે કે 24 એપ્રિલ 2021ના રોજ જસ્ટિસ એનવી રમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શપથ અપાવ્યા. .જેઓ 26 ઓગષ્ટ 2022ના રોજ આ પદથી સેવાનિવૃત્ત થશે. તેઓ દેશના 48માં ન્યાયાધીશ બની ગયા છે.  

Supreme Court News : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે એનવી રમણે લીધા શપથ, દેશનાં 48માં ન્યાયાધીશ બન્યા
NV Ramana
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 24, 2021 | 2:51 PM
Share

Supreme Court News : આજે એટલે કે 24 એપ્રિલ 2021ના રોજ જસ્ટિસ એનવી રમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શપથ અપાવ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ન્યાયમર્તિ એસએ બોબ઼ડે 23 એપ્રિલ 2021ના રોજ ન્યાયાધીશ પદથી રિટાયર્ડ થયા છે. તેમની જગ્યાએ જસ્ટિસ એનવી રમણને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ 26 ઓગષ્ટ 2022ના રોજ આ પદથી સેવાનિવૃત્ત થશે. તેઓ દેશના 48માં ન્યાયાધીશ બની ગયા છે.

રિપોર્ટનું માનીએ તો એનવી રમણને ફેબ્રુઆરી 2014ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓએ 10 ફેબ્રુઆરી 1983માં વકીલાત શરુ કરી હતી જે દરમિયાન ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા. તે દરમિયાન જસ્ટિસ રમણ આંધ્રપ્રદેશ સરકારના એડિશનલ એડવોકેટ જનરલ હતા

આંધ્રપ્રદેશમાં 27 ઓગષ્ટ 1957ના રોજ કૃષ્ણા જિલ્લાના પુન્નાવરમ ગામમાં ખેડૂત પરિવારમાં જસ્ટિસ રમણનો જન્મ થયો હતો. રમણે વિજ્ઞાન અને કાયદાનો અભ્યાસ કર્યો. 10 ફેબ્રુઆરી 1983ના રોજ વકીલ તરીકે તેમણે પોતાનું કરિયર શરુ કર્યુ.

આ બાદ તેઓએ આંધ્રપ્રદેશ હાઇકોર્ટ , કેન્દ્રીય પ્રશાસનિક ટ્રાઇબ્યૂનલ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી. 27 જૂન 2000ના રોજ તેઓ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના સ્થાયી ન્યાયધીશ તરીકે નિયુક્ત થયા. 10 માર્ચ 2013થી 20 મે 2013સુધી આંધ્રપ્રદેશ હાઇકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયધીશ તરીકે તેમણે કામ કર્યુ. ન્યાયાધીશ રમણને 2 સપ્ટેમ્બર 2013માં દિલ્લી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધી તરીકે પ્રમોશન મળ્યું હતું

g clip-path="url(#clip0_868_265)">