INDIAN RAILWAY દ્વારા Vistadom coachનું સફળ ટ્રાયલ, શું છે કોચની ખાસિયત જુઓ

|

Dec 31, 2020 | 3:57 PM

પારદર્શક છત, બહારનું દ્રશ્ય જોવા માટે મોટી-મોટી બારીઓ, આરામદાયક સીટોની સાથે 180 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનની સફર. રેલવેએ આ સુવિધાઓ સાથેના વિસ્ટાડોમ કોચની મંગળવારે સફળ ટ્રાયલ કરી છે. એને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. રેલમંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર એની તસવીર પોસ્ટ કરી છે. અને લખ્યું છે કે, ભારતીય રેલવેએ આ […]

INDIAN RAILWAY દ્વારા Vistadom coachનું સફળ ટ્રાયલ, શું છે કોચની ખાસિયત જુઓ

Follow us on

પારદર્શક છત, બહારનું દ્રશ્ય જોવા માટે મોટી-મોટી બારીઓ, આરામદાયક સીટોની સાથે 180 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનની સફર. રેલવેએ આ સુવિધાઓ સાથેના વિસ્ટાડોમ કોચની મંગળવારે સફળ ટ્રાયલ કરી છે. એને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. રેલમંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર એની તસવીર પોસ્ટ કરી છે. અને લખ્યું છે કે, ભારતીય રેલવેએ આ નવી ડિઝાઈનવાળા વિસ્ટાડોમ કોચની ટ્રાયલ પૂરી કરી લીધી છે. આ કોચ પેસેન્જર્સની મુસાફરી યાદગાર બનાવી દેશે અને ટૂરિઝમને પ્રોત્સાહન આપશે. ગયા સપ્તાહે કોટા ડિવિઝનમાં કોચનો ઓસિલેશન ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એને 180 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચલાવવામાં આવી હતી. આ ટ્રાયલ નક્કી કરેલા સમયના એક સપ્તાહ પહેલાં પૂરી કરવામાં આવી છે. કોચની સ્ક્વિઝ ટ્રાયલ આ મહિનાની શરૂઆતમાં ICFમાં કરવામાં આવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ કોચની વિશેષતાઓની વાત કરીએ તો, વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચમાં છતના ભાગમાં કાચ લગાવવામાં આવ્યા છે. દરેક કોચમાં 180 ડીગ્રી ફરી શકે એવી 44 સીટ છે. વાઈફાઈ બેઝ્ડ પેસેન્જર ઈન્ફર્મેશન સિસ્ટમ લગાવવામાં આવી છે. એમાં ઓબ્ઝર્વેટરી લોન્જ પણ છે. પહેલીવાર એને LHB પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. જે ઘણી સુરક્ષિત છે. નવા કોચમાં દરેક સીટ પર પેસેન્જર માટે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યો છે. મ્યુઝિક પસંદ કરતા લોકો માટે ડિજિટલ ડિસ્પ્લે સ્ક્રીન અને સ્પીકરની સાથે સાથે એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. પર્સનલ ગેઝેટ માટે કન્ટેન્ટ ઓન ડિમાન્ડ માટે વાઈફાઈ સુવિધા આપવામાં આવી છે. વ્હીલ ચેર લાવવા માટે મોટા ગેટ છે. બંને બાજુ અંદર આવવા માટે ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર પણ છે.

Next Article