સબસિડી વિનાના ગેસ સિલિન્ડર પર પણ આર્થિક લાભ લઈ શકાય છે, જાણો કેવી રીતે

|

Nov 21, 2020 | 10:05 PM

એલપીજી ગેસ સિલિન્ડર વપરાશકર્તાઓ માટે આનંદની જાહેરાત થઈ છે. હવે સબસિડી વિનાના ગેસ સિલિન્ડર પર પણ આર્થિક લાભ લઈ શકાશે. કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડર વપરાશકર્તાઓને સબસિડીનો લાભ આપે છે પણ હવે સબસિડી વિનાના સિલિન્ડર પર પણ આર્થિક લાભ મેળવી શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

સબસિડી વિનાના ગેસ સિલિન્ડર પર પણ આર્થિક લાભ લઈ શકાય છે, જાણો કેવી રીતે

Follow us on

એલપીજી ગેસ સિલિન્ડર વપરાશકર્તાઓ માટે આનંદની જાહેરાત થઈ છે. હવે સબસિડી વિનાના ગેસ સિલિન્ડર પર પણ આર્થિક લાભ લઈ શકાશે. કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડર વપરાશકર્તાઓને સબસિડીનો લાભ આપે છે પણ હવે સબસિડી વિનાના સિલિન્ડર પર પણ આર્થિક લાભ મેળવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

એક બિઝનેસ પોર્ટલના અહેવાલ અનુસાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની ઓઈલ કંપનીઓ ગ્રાહકોને કેશબેક સુવિધા આપી રહી છે. ગ્રાહક ડિજિટલ મોડમાં સિલિન્ડર બુક કરશે તો આ સુવિધા મળશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમ તેમના ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આ છૂટનો લાભ લેવા માંગતા હોય તો સિલિન્ડર બુક કરતી વખતે રોકડ ભરવાને બદલે ઓનલાઈન ચૂકવણી કરવી પડશે. ગ્રાહક  પેટીએમ, ફોનપે, ગૂગલ પે, યુપીઆઈ અને મોબીક્વિક જેવા પ્લેટફોર્મ દ્વારા સિલિન્ડર બુક કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઓઈલ કંપનીઓ આ પ્લેટફોર્મ પરથી ચૂકવણી કરવા પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપે છે. પ્રથમ વખત ચુકવણી કરવા પર તમને સારી રોકડ પાછા મળે છે. આ સિવાય તમે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા બદલાઈ ગઈ છે. ઘરેલુ સિલિન્ડરની ચોરી અટકાવવા અને યોગ્ય ગ્રાહકને ઓળખવા માટે તેલ કંપનીઓએ નવી એલપીજી સિલિન્ડર ડિલિવરી સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ હેઠળ સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે તમારે ઓટીપી આપવો પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article