Srinagar Encounter : ભારતીય સેનાને મોટી સફળતા, શ્રીનગર એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનાં ટોચના કમાન્ડર નદીમ અબરારને કરાયો ઠાર

|

Jun 29, 2021 | 12:43 PM

Srinagar Encounter : શ્રીનગરના પરમિપોરા ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી અને ટોચનો લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબરાર માર્યો ગયો છે અને તેના કબજામાંથી એક પિસ્તોલ અને કેટલાક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે.

Srinagar Encounter : ભારતીય સેનાને મોટી સફળતા, શ્રીનગર એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનાં ટોચના કમાન્ડર નદીમ અબરારને કરાયો ઠાર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Srinagar Encounter :  શ્રીનગરમાં કરવામાં આવેલ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં લશ્કરના ટોચના કમાન્ડર (Commander) અને પાકિસ્તાની આતંકવાદી (Terrorist) નદીમ અબરારને ઠાર કરવામાં આવ્યો છે.

એન્કાઉન્ટરમાં નદીમ અબરાર (Nadim abrar) અને એક પાકિસ્તાની નાગરિક શહેરના પરમિપોરા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેની પુષ્ટિ કાશ્મીર ઝોનના વિજય કુમારે એક ટ્વિટમાં (Tweet) આપી હતી કે, શ્રીનગરના મલ્હુરા પરમિપોરા ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી અને ટોચનો લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબરાર માર્યો ગયો છે અને તેના કબજામાંથી એક પિસ્તોલ (Gun) અને કેટલાક હેન્ડ ગ્રેનેડ (Hand Graned) મળી આવ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આતંકવાદીઓ દ્વારા  જે મુખ્ય માર્ગો પર અવારનવાર હુમલો થાય છે, તે અંગેનું એક વિશેષ ઇનપુટને (Special Input) ધ્યાનમાં રાખીને માર્ગો પર પોલીસ અને સીઆરપીએફની (CRPF) કેટલીક સંયુક્ત ચેક પોસ્ટ મૂકવામાં આવી હતી.

નદીમ અબરાર જે પરિસરની અંદર છુપાયો હતો, તેને સુરક્ષા દળો દ્વારા ઘેરી લેવામાં આવ્યું હતું. આ સ્થળેથી સુરક્ષા દળને અનેક હથિયારો અને દારૂગોળો સહિતની અનેક ગુનાહિત સામગ્રી (Criminal Content) મળી આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં સુરક્ષા દળો અને નાગરિકો પર તાજેતરમાં થયેલા અનેક હુમલામાં ભાગ લેનાર નદીમ અબરારની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ધરપકડ બાદ શ્રીનગરના મલ્હુરા પરમિપોરા વિસ્તારમાં તેના સાથીઓ દ્વારા સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી.

પોલીસ અધિકારી વિજય કુમારે (Vijay Kumar) જણાવ્યું હતું કે, પાકિસ્તાની આતંકવાદી  નદીમ અબરારને (Nadim Abrar) સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવ્યો છે અને તેની પાસેથી અનેક ગુનાહિત સામગ્રી મળી આવી છે.

મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસ અગાઉ આંતકવાદીઓએ પૂ્ર્વ પોલીસ અધિકારીનાં ઘરમાં ઘુસીને અધિકારી સહિત તેની પત્ની અને બાળકીની હત્યા કરી હતી. ત્યારે લશ્કર-એ-તૈયબાના કમાન્ડરના એન્કાઉન્ટરથી ભારતીય સેનાને (Indian Army) મોટી સફળતા મળી છે.

Next Article