સોયાબીનના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા બાદ તૂટ્યા, ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી

|

Sep 24, 2021 | 6:29 PM

ખેડૂતોને સારા વરસાદ અને લણણી પહેલા ઊંચા ભાવની આશા હતી. તેઓ થોડા દિવસો માટે સોયાબીનના ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહે તેની રાહ જોઈ રહ્યા હતા જેથી મહેનત અને ખર્ચ બચી જાય અને સારી આવક મેળવી શકાય. પરંતુ અત્યારે આવું થતું હોય તેવું લાગતું નથી.

સોયાબીનના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા બાદ તૂટ્યા, ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી
File photo

Follow us on

મહારાષ્ટ્રમાં (maharashtra) સોયાબીનની ખેતી (Soyabean farming) કરતા ખેડૂતો (farmers) હાલ ચિંતિત છે. તેમની આશા ઠગારી નીવડી છે કારણ કે સોયાબીનના ભાવો 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ તૂટી ગયા છે. સોયાબીન મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ખરીફ સીઝનમાં બીજો સૌથી મહત્વપૂર્ણ પાક છે. ગત વર્ષે ઓછી ઉપજ અને વ્યાજબી ભાવ ન મળવાથી ખેડૂતો પહેલેથી જ પરેશાન હતા.

આ વખતે ખેડૂતો લણણી પહેલા સારા વરસાદ અને ઊંચા ભાવની આશા રાખતા હતા. તેઓ થોડા દિવસો માટે સોયાબીનના ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહે તેની રાહ જોઈ રહ્યા હતા જેથી મહેનત અને ખર્ચ બચી જાય અને સારી આવક મેળવી શકાય. પરંતુ અત્યારે આવું થતું હોય તેવું લાગતું નથી. હાલમાં સોયાબીનનો ભાવ 9-10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને 4-6,000 રૂપિયા પર આવી ગયો છે. સોયાબીનનો લઘુતમ ટેકાનો ભાવ (MSP) 3950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

10,000 થી 4000 રૂપિયા સુધી આવી ગયો ભાવ
એક મીડિયા રિપોર્ટ અનુસાર, માત્ર એક સપ્તાહ પહેલા સોયાબીનનો ભાવ 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. આર્તિયા સંગઠનના અતુલ સેનાદ કહે છે કે થોડા દિવસો માટે 9 થી 10 હજાર રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. પરંતુ હવે અચાનક સોયાબીનનો દર બજારમાં 4100 થી 4400 ની વચ્ચે આવી ગયો છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

તેમણે કહ્યું કે સોયામીલની આયાત કરવાના સરકારના નિર્ણયને કારણે ભાવમાં અચાનક ઘટાડો થયો છે. કિંમતો વધુ નીચે આવે તેવી ધારણા છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવશે.

આ વખતે ખરીફ સિઝનમાં ખેડૂતોએ સોયાબીન વાવેતર વિસ્તારમાં વધારો કર્યો હતો. આ કારણોસર સોયાબીનના બિયારણની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો અને ભાવ લગભગ બમણા થઈ ગયા હતા. હવે લણણી પહેલા જ કિંમતોમાં આટલા તીવ્ર ઘટાડાથી દરેકને આશ્ચર્ય થાય છે.

‘ભાવમાં અચાનક ઘટાડો આશ્ચર્યજનક છે’
શેતકરી સંગઠનના પ્રમુખ અનિલ ઉનાવત કહે છે કે, “આ એક સામાન્ય ધારણા છે કે તાજેતરમાં 12 લાખ ટન સોયામીલની આયાત કરવાના નિર્ણયથી ભાવમાં ઘટાડો થયો છે. મરઘાંમાં ચારા તરીકે ઉપયોગમાં લેવાતા સોયામીલની માંગ આના કરતા ઘણી વધારે છે. આ એક મહિના જૂનો નિર્ણય છે અને જ્યારે સોયાબીનની કિંમત 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર આવી ત્યારે તેની અસર દેખાઈ હતી. જોકે, છેલ્લા બે દિવસમાં અચાનક ઘટાડો થવો આશ્ચર્યજનક છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ સમયે જે પાક આવી રહ્યા છે તેમાં ભેજનું પ્રમાણ વધારે છે. ભાવમાં ઘટાડા પાછળનું આ પણ એક કારણ છે. તે જ સમયે કેટલાક લોકો કહે છે કે કિંમત કૃત્રિમ રીતે ઘટાડવામાં આવી છે. ઘણી જગ્યાએ એવી સ્થિતિ છે કે સોયાબીન MSP કરતા ઓછા ભાવે ખરીદવામાં આવી રહી છે.

આ પણ વાંચો :દિલ્લીની રોહીણી કોર્ટમાં ગોળીબાર, જુઓ એક નહી, બે નહી, ત્રણ નહી……દશ રાઉન્ડ ફાયરનો વીડિયો

આ પણ વાંચો :કૃષિ ક્ષેત્રમાં બિઝનેસ આઈડિયા આપી સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી

 

Published On - 6:26 pm, Fri, 24 September 21

Next Article