હારનુ ઠીકરું પ્રદેશ પ્રમુખોના માથે ફોડાયુ, સોનિયા ગાંધીએ ચૂંટણી હારી જતા, પાંચેય રાજ્યોના પ્રદેશ પ્રમુખોના માગ્યાં રાજીનામા

|

Mar 15, 2022 | 8:54 PM

વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના પીસીસી પ્રમુખોના રાજીનામા માંગી લીધા.

હારનુ ઠીકરું પ્રદેશ પ્રમુખોના માથે ફોડાયુ, સોનિયા ગાંધીએ ચૂંટણી હારી જતા, પાંચેય રાજ્યોના પ્રદેશ પ્રમુખોના માગ્યાં રાજીનામા
સોનિયા ગાંધીએ 5 રાજ્યોના પ્રદેશ પ્રમુખોના રાજીનામાની માંગ કરી
Image Credit source: File Photo

Follow us on

Sonia Gandhi : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી(Assembly elections)માં કોંગ્રેસ (Congress)ની કારમી હાર બાદ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક મોટું પગલું ભર્યું છે. સોનિયા ગાંધી(Sonia Gandhi)એ મંગળવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના PCC અધ્યક્ષોના રાજીનામાની માંગ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલા (Randeep Surjewala) એ કહ્યું કે પાર્ટી અધ્યક્ષે પાંચ ચૂંટણી રાજ્યોના પ્રમુખોના રાજીનામાની માંગ કરી છે.

ઉત્તરાખંડ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગણેશ ગોદિયાલે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી લેતા મંગળવારે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અગાઉ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચૂંટણીવાળા રાજ્યોના રાજ્ય એકમોના વડાઓને પદ છોડવા કહ્યું હતું જેથી કરીને રાજ્ય કોંગ્રેસ સમિતિનું પુનર્ગઠન કરી શકાય.

ગોદિયાલે પોતાનું રાજીનામું ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી લેતા આજે મેં મારું રાજીનામું સુપરત કર્યું છે. હું પરિણામના દિવસે રાજીનામું આપવા માંગતો હતો પરંતુ હાઈકમાન્ડના આદેશની રાહ જોતો રહ્યો.ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો. 70 સભ્યોની વિધાનસભામાં તેને માત્ર 19 બેઠકો મળી હતી, જ્યારે ભાજપે 47 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પ્રિયંકા ગાંધીએ વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસની કામગીરીની સમીક્ષા કરી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે ચૂંટણી પ્રચાર સાથે સંબંધિત વરિષ્ઠ નેતાઓ સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શનની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રહેલી ખામીઓ અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અજય કુમાર લલ્લુ, વરિષ્ઠ નેતાઓ પ્રમોદ તિવારી, રાજીવ શુક્લા, સલમાન ખુર્શીદ, આરાધના મિશ્રા ‘મોના’ અને અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ માત્ર બે બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. લલ્લુ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો : Parliament Budget Session Live : UAPA હેઠળ યુપીમાં 361 લોકોની ધરપકડ કરવામાં આવી, 54 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા -નિત્યાનંદ રાય

આ પણ વાંચો : કપિલ સિબ્બલે ગાંધી પરિવારને નેતૃત્વ છોડવાની આપી સલાહ, કહ્યું- હવે સમય આવી ગયો છે કે ઘરના લોકોને બદલે દરેકની હોય કોંગ્રેસ

Published On - 8:53 pm, Tue, 15 March 22

Next Article