VIDEO: ભોજનમાં ઝેર! કોલેજની કેન્ટિનના ભોજનમાંથી નીકળ્યા સાપના કણા
જો તમારા ભોજનમાંથી સાપના કણા કે ઈયળ નીકળે તો ગુસ્સાનો પાર ન રહે, કદાચ એકવાર તો તમે જતું કરો પણ વારંવાર આવું બને તો તમે ન જ ચલાવી લો. આવું જ કંઈક થયું છે આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં જ્યાં આદિત્ય એન્જિનિયરિંગ કોલેજની કેન્ટિનના ભોજનમાંથી ઈયળ અને સાપના કણા નીકળી રહ્યા છે. Facebook પર તમામ […]

જો તમારા ભોજનમાંથી સાપના કણા કે ઈયળ નીકળે તો ગુસ્સાનો પાર ન રહે, કદાચ એકવાર તો તમે જતું કરો પણ વારંવાર આવું બને તો તમે ન જ ચલાવી લો. આવું જ કંઈક થયું છે આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં જ્યાં આદિત્ય એન્જિનિયરિંગ કોલેજની કેન્ટિનના ભોજનમાંથી ઈયળ અને સાપના કણા નીકળી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આવું વારંવાર બનતું હોવાથી વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો છે. છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ ભણવાનું બંધ કરીને આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે લાખો રૂપિયા ફી ભરવા છતાં કોલેજનું તંત્ર આવું ઝેરી જમવાનું આપી રહ્યું છે. અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં આવું જ જમવાનું પીરસવામાં આવે છે.
એક તરફ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કોલેજ તંત્ર સમગ્ર મામલો દબાવી દેવાના પ્રયત્નોમાં લાગ્યું છે. મહત્વનું છે કે આદિત્ય એન્જિનિયરિંગ કોલેજમાં બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સાણંદ: ખેડૂતો પર આવી ફરીથી કમોસમી આફત, વરસાદથી પાકને મોટું નુકસાન

