રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્રમાં સ્મૃતિ ઈરાની પહોંચી, રાજકીય વર્તુળોમાં ખળભળાટ, શું વાયનાડમાં અમેઠીની રમતનું પુનરાવર્તન થશે?

|

May 03, 2022 | 6:42 PM

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કેરળના વાયનાડથી 2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha elections) જીતી હતી તો 2014 લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની (Smriti Irani) અમેઠીથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા. જ્યાં તેમણે જીત મેળવી હતી.

રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્રમાં સ્મૃતિ ઈરાની પહોંચી, રાજકીય વર્તુળોમાં ખળભળાટ, શું વાયનાડમાં અમેઠીની રમતનું પુનરાવર્તન થશે?
Smriti Irani (File Image)

Follow us on

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) આજે કેરળના વાયનાડની (Kerala Wayanad) મુલાકાત લીધી. વાયનાડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો (Rahul Gandhi) સંસદીય ક્ષેત્ર છે. ઈરાની વાયનાડ પહોંચ્યા કે તરત જ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી. અમેઠીની વાતનું પુનરાવર્તન થવા જઈ રહ્યુ હોય તેવી ચર્ચા થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા પછી શું સ્મૃતિ ઈરાની વાયનાડમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે? તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી તો 2014 લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની (Smriti Irani) અમેઠીથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા. જ્યાં તેમણે જીત મેળવી હતી.

કેન્દ્રીય મંત્રીએ મલયાલમમાં ટ્વીટ કર્યું હતું

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે મલયાલમમાં ટ્વીટ કરીને વાયનાડ જવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું, ‘હેલો વાયનાડ! જિલ્લાના વિકાસને લગતી વિવિધ બેઠકોમાં હાજરી આપવા હું ટૂંક સમયમાં અહીં આવી રહી છું. આવતી કાલે મળશુ!’

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક દિવસની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન સ્મૃતિએ કાલપેટ્ટા અને મારવાયલ ખાતે આવેલી વિવિધ આદિવાસી વસાહતોની મુલાકાત લીધી હતી. આ પછી કેન્દ્રીય મંત્રીએ કાલપેટ્ટા નગરપાલિકામાં પોન્નાડા આંગણવાડી અને સીએસઆર ફંડ હેઠળ બનેલી વર્ધુર સ્માર્ટ આંગણવાડીની મુલાકાત લીધી હતી. દિલ્હી જતા પહેલા ઈરાનીએ જિલ્લાના પીડબલ્યુડી હાઉસ ખાતે એક હિતધારક પરિષદને સંબોધિત કરી હતી.

રાહુલ ગાંધી પણ કેરળના પ્રવાસે છે

બીજી તરફ રાહુલ ગાંધી પણ કેરળના પ્રવાસે છે. રાહુલ તિરુવનંતપુરમમાં પાર્ટી ટ્રેડ યુનિયન વિંગ INTUCના પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનનું ઉદ્ઘાટન કરશે. INTUCના રાજ્ય પ્રમુખ આર ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કોવલમ ખાતે ઉદ્ઘાટન સત્રમાં 15,000 પ્રતિનિધિઓ ભાગ લેશે. જ્યાં સુધી ચૂંટણીના રાજકારણની વાત છે તો સ્મૃતિ ઈરાનીની આ મુલાકાતે કોંગ્રેસના નેતાઓમાં અનેક સવાલો ઉભા કર્યા છે. ગાંધી પરિવાર માટે સુરક્ષિત સીટ ગણાતી અમેઠીથી ભાજપે 2014માં પહેલીવાર રાહુલ ગાંધી સામે ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા. ઈરાની અહીંથી જંગી મતોથી જીત્યા હતા.

 

Next Article