VIDEO : ઈંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પુછતા બાબા રામદેવ ભડક્યા, કહ્યું ‘ચુપ રહો, નહીંતર તમારા માટે સારું નહીં થાય’

|

Mar 31, 2022 | 12:05 PM

રામદેવે લોકોને મુશ્કેલ સમયમાં વધુ મહેનત કરવાની અપીલ કરી હતી. વધુમાં ઉમેર્યું કે,જો ઈંધણના ભાવ ઓછા છે,તો સરકારને ટેક્સ નહીં મળે, તો પછી તેઓ દેશ કેવી રીતે ચલાવશે ?

VIDEO : ઈંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પુછતા બાબા રામદેવ ભડક્યા, કહ્યું ચુપ રહો, નહીંતર તમારા માટે સારું નહીં થાય
Baba ramdev Video goes viral

Follow us on

Viral Video : તાજેતરમાં યોગા ગુરુ રામદેવ (Ramdev) એક પત્રકારને ધમકી આપતા જોવા મળ્યા હતા, જેમણે તેમને પેટ્રોલના વધતા ભાવ (Hike Fuel Price) અંગે પ્રશ્ન પુછ્યો હતો.મળતી માહિતી મુજબ હરિયાણાના (Hariyana) કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન, એક પત્રકારે પતંજલિ બ્રાન્ડ એમ્બેસેડરને પૂછ્યું કે લોકોએ એવી સરકાર (Central Government) પર વિચાર કરવો જોઈએ જે પેટ્રોલ 40 રૂપિયા પ્રતિ લિટર અને રસોઈ ગેસ 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મેળવી શકે.

શું હું તમારો ઠેકેદાર છું ..?

જેના પર જવાબ આપતા રામદેવે કહ્યુ કે, ” આવા પ્રશ્નો પૂછશો નહીં. શું હું તમારો ઠેકેદાર છું કે જેણે તમારા પ્રશ્નોના જવાબ આપતા રહેવાના છે ? “જ્યારે પત્રકારે ફરીથી પ્રશ્ન પૂછ્યો, ત્યારે દેખીતી રીતે નારાજ રામદેવે પત્રકાર તરફ ઈશારો કરીને વળતો જવાબ આપ્યો, બસ ચૂપ રહો. જો તમે ફરીથી પૂછશો, તો તે તારા માટે સારૂ નહિ રહે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જુઓ વીડિયો

સાથે જ રામદેવ બાબાએ લોકોને મુશ્કેલ સમયમાં વધુ મહેનત કરવાની અપીલ કરી હતી. વધુમાં તેણે કહ્યું કે,જો ઇંધણના ભાવ ઓછા હશે, તો સરકારને ટેક્સ નહીં મળે.. તો પછી તેઓ દેશ કેવી રીતે ચલાવશે, પગાર કેવી રીતે ચૂકવશે અને રસ્તાઓ બનાવશે? હા, મોંઘવારી ઓછી થવી જોઈએ, હું સંમત છું… પરંતુ લોકોએ સખત મહેનત કરવી જોઈએ. હું પણ સવારે 4 વાગ્યે જાગી જાઉં છું અને રાત્રે 10 વાગ્યા સુધી કામ કરું છું. તમને જણાવી દઈએ કે,રામદેવની આસપાસ બેઠેલા લોકોએ પણ તાળીઓ પાડીને તેનુ સમર્થન કર્યું હતુ.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

1.દિલ્હીમાં પેટ્રોલ રૂ. 101.81 અને ડીઝલ રૂ. 93.07 પ્રતિ લીટર
2.મુંબઈમાં પેટ્રોલ રૂ. 116.72 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
3.ચેન્નઈ પેટ્રોલ રૂ. 107.45 અને ડીઝલ રૂ. 97.52 પ્રતિ લીટર
4.કોલકાતા પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 96.22 પ્રતિ લીટર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા, જાણો આજનો તમારા શહેરનો ભાવ

Published On - 12:05 pm, Thu, 31 March 22

Next Article