વૈષ્ણવ સંપ્રદાયમાં સમગ્ર દેશમાં સૌથી મોટી પીઠમાં ગણાતા શ્રીનાથજી મંદિર ( Shrinathji Temple )બે મહિના બાદ, આગામી 7મી જુલાઈથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે. શ્રીનાથજીના દર્શન કેટલીક શરતોને આધિન ભક્તો કરી શકશે. ખાસ કરીને શ્રીનાથજીના દર્શન કરવા ઈચ્છતા લોકોને ગ્રીનકાર્ડ આપવામાં આવશે. હાલમાં સ્થાનિક વૈષ્ણવ માટે ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા છે. આવા ગ્રીનકાર્ડ ધારકોએ આરટીપીસીઆર ટેસ્ટ કે વેક્સિન અંગેના પૂરાવાઓ રજૂ કરવા નહી પડે.