Shrinathji Temple Nathdwara : 7 જુલાઈથી ખુલશે શ્રીનાથજી મંદિર, ગ્રીન કાર્ડ ધારકો કરી શકશે દર્શન

|

Jul 03, 2021 | 4:08 PM

Shrinathji Temple Nathdwara : કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાત સહીત દેશના વિભિન્ન મંદિરો અને ધાર્મિક સ્થાનો લાંબા સમય સુધી બંધ રહ્યા છે, વૈષ્ણવ સંપ્રદાયમાં સૌથી મોટા ગણાતા, નાથદ્વારામા આવેલું શ્રીનાથ મંદિર હવે ભાવિક ભક્તો માટે ખુલ્લુ મૂકાશે.

Shrinathji Temple Nathdwara : 7 જુલાઈથી ખુલશે શ્રીનાથજી મંદિર, ગ્રીન કાર્ડ ધારકો કરી શકશે દર્શન
Shrinathji Temple Nathdwara : 7 જુલાઈથી ખુલશે શ્રીનાથજી મંદિર, ગ્રીન કાર્ડ ધારકો કરી શકશે દર્શન

Follow us on

Shrinathji Temple Nathdwara : કોરોના (corona)એ ગત દોઢ વર્ષમાં ઘણા મંદિર અને ધાર્મિક સ્થાનોને લાંબા સમય સુધી બંધ રાખ્યા. આવામાં બીજી લહેર દરમિયાન પણ મંદિર અને ધાર્મિક સ્થાનો બંધ કરવાની ફરજ પડી હતી. જોકે હવે બીજી લહેર જતાની સાથે જ ધીમે ધીમે મંદિરો ખુલવા લાગ્યા છે.વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી પીઠ  નાથદ્વારામાં આવેલું શ્રીનાથ મંદિર છે. ભાવિક ભક્તો આગામી બુધવારને 7 જુલાઈથી શ્રીનાથજીના દર્શન કરી શકાશે.

ભારત દેશમાં વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી પીઠ ગણાતી શ્રીનાથજી (Srinathji)મંદિર શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે નાથદ્વારામાં સ્થિત આ પવિત્ર સ્થળે બે મહિનાથી દર્શન બંધ હતા. હવે મંદિર ફરી ખુલ્લું મુકવામાં આવશે. જોકે હાલમાં માત્ર ગ્રીનકાર્ડધારી ભક્તો (Devotees)જ દર્શન કરી શકાશે. આ માટે મંદિર પ્રશાસન ગ્રીન કાર્ડ જાહેર કરશે. હાલમાં માત્ર સોળ સ્થાનિકો વૈષ્ણવો માટે ગ્રીન કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

વૈષ્ણવ સંપ્રદાયની સૌથી પીઠ નાથદ્વારા સ્થિત શ્રીનાથજી (Srinathji)મંદિર 2 મહિના બાદ ફરી દર્શન માટે ખોલવામાં આવશે. જેમાં માત્ર ગ્રીન કાર્ડ ધારક ભક્તો જ દર્શન કરી શકશે. આ માટે મંદિર મંડળ મેનેજમેન્ટ ગ્રીન કાર્ડ જાહેર કરશે. હાલમાં મંદિર મંડળે સ્થાનિક સોળ વૈષ્ણવો માટે ગ્રીન કાર્ડ (Green card)જાહેર કર્યા છે. જેમને મંદિરમાં દર્શન માટે ન તો આરટીપીસીઆર રિપોર્ટ તેમજ વેક્સિનેશનનો રિપોર્ટ દેખાડવો પડશે. બહારથી આવતા દર્શનાથીઓ માટે બંન્ને રિપોર્ટ દેખાડવા માટે ગ્રીન કાર્ડ જાહેર કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
મેવાડના પ્રસિદ્ધ કૃષ્ણધામોમાં દ્રારકાધીશ મંદિર, ચારભુજાજી મંદિર, સાંવલિયાજી મંદિર દર્શન માટે ખોલવામાં આવી ચૂક્યા છે, પરંતુ વૈષ્ણવોની સૌથી મોટી પીઠ શ્રીનાથજીના દર્શન હજુ ખોલવાના બાકી છે. રાજસમંદ જિલ્લા કલેક્ટર અને મંદિર મંડળના અધિકારીઓએ મંદિરની મુલાકાત લીધી હતી, આગામી બુધવાર એટલે કે, 7 જુલાઈથી મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે.
જાહેર કરવામાં આવેલા ગ્રીન કાર્ડ (Green card) હાલમાં માત્ર સોળ સ્થાનિક વૈષ્ણવો માટે ગ્રીન કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે, ગ્રીન કાર્ડ ધારકો માત્ર આ કાર્ડ દ્વારા જ મંદિરમાં પ્રવેશ મળી શકશે. જેના માટે તે લોકોને કાર્ડ આપવામાં આવશે જેમને એક વેક્સિનનો ડોઝ લીધો હોય, જ્યારે બહારથી આવતા દર્શનાથીઓને આરટીપીસીઆર તેમજ વેક્સિનનો રિપોર્ટ રજુ કરવાનો રહેશે. બધા જ સ્થાનિક તેમજ બહારથી આવેલા વૈષ્ણવોને દર્શન માટે ગ્રીન કાર્ડ (Green card)જાહેર કરવામાં આવશે. આ કાર્ડનો કોઈ ચાર્જ નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન મંદિર પ્રશાસને સ્થાનીક સહિત બહારથી આવેલા દર્શન સુવિધા માટે રજીસ્ટર્ડ કરવાની સુવિધા શરુ કરી હતી, સ્થાનિક લોકોએ દર્શન કરવા માટે પોતાનું નામ અને સરનામું પણ નોંધાવ્યું હતું.

 

Next Article