જ્ઞાનવાપી બાદ હવે મથુરામાં મસ્જિદને સીલ કરવાની માગ, હિન્દુ પક્ષનો દાવો- ગર્ભગૃહ અને મંદિરના અવશેષો અસુરક્ષિત, કોર્ટમાં અરજી દાખલ કરી

|

May 17, 2022 | 12:58 PM

અરજદારે કોર્ટને (Court) કહ્યું કે જો આ સંકુલને સીલ કરવામાં નહીં આવે તો ગર્ભગૃહ અને તેમાં હાજર પુરાતત્વીય મંદિરોના અવશેષોને નુકસાન થઈ શકે છે અથવા તો દૂર પણ થઈ શકે છે.

જ્ઞાનવાપી બાદ હવે મથુરામાં મસ્જિદને સીલ કરવાની માગ, હિન્દુ પક્ષનો દાવો- ગર્ભગૃહ અને મંદિરના અવશેષો અસુરક્ષિત, કોર્ટમાં અરજી દાખલ કરી
Shri Krishna Janmabhoomi Shahi Idgah Masjid Dispute

Follow us on

કાશીની જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) બાદ હવે મથુરાની શાહી ઈદગાહના (Shri Krishna Janmabhoomi Shahi Idgah Masjid Dispute) વિવાદિત માળખાને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં શાહી ઇદગાહ મસ્જિદ સંકુલને સીલ કરવા માટે કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. અરજદારે કોર્ટને કહ્યું કે જો આ સંકુલને સીલ કરવામાં નહીં આવે તો ગર્ભગૃહ અને તેમાં હાજર પુરાતત્વીય મંદિરોના અવશેષોને નુકસાન થઈ શકે છે અથવા તો દૂર પણ થઈ શકે છે. આ અવશેષો એક મહાન પુરાવા તરીકે ત્યાં હાજર છે. જોકે હવે કોર્ટ નક્કી કરશે કે અરજી પર સુનાવણી કરવી કે નહીં?

મથુરા કોર્ટમાં અરજી દાખલ

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે બાદ હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે અંદરથી શિવલિંગ મળી આવ્યું છે. જે બાદ કોર્ટે તે જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. દાવા મુજબ જે જગ્યાએ શિવલિંગ જોવા મળે છે તે મસ્જિદનું વજુખાના છે. જ્ઞાનવાપી સર્વેક્ષણ અને સીલિંગની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને, મથુરાની ઇદગાહ મસ્જિદને સીલ કરવાની માગ પણ શરૂ થઈ છે. આ અંગે મથુરા કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે.

કહેવામાં આવ્યું છે કે કોર્ટે મથુરાના SSP, જિલ્લા મેજિસ્ટ્રેટ અને CRPF કમાન્ડન્ટને સુરક્ષા માટે નિર્દેશ આપવો જોઈએ. વાદી એડવોકેટ મહેન્દ્ર પ્રતાપે દાવો કર્યો હતો કે મસ્જિદની અંદર ઓમ, શંખ, ચક્ર, શેષનાગ અને સ્વસ્તિકના ચિન્હો હજુ પણ છે. તેમણે આરોપ લગાવ્યો કે પુરાવાનો નાશ કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે.

મૂળ ગર્ભગૃહમાં હાજર હિંદુ ધાર્મિક અવશેષો

આ મામલામાં હિંદુ અરજીકર્તાઓએ કહ્યું કે જે રીતે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ જોવા મળ્યું છે તેવી જ સ્થિતિ શ્રી કૃષ્ણ જન્મભૂમિની પણ છે. મૂળ ગર્ભગૃહમાં હજુ પણ હિંદુ ધાર્મિક અવશેષો જેવા કે કમળ, શેષનાગ, ઓમ, સ્વસ્તિક વગેરે હિંદુ ધાર્મિક પ્રતીકો અને અવશેષો છે. જેમાંથી કેટલાક ભૂંસાઈ ગયા છે અને બાકીનાને દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. આ મામલે એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે કોર્ટમાં અરજી આપી છે. તેણે શાહી ઇદગાહ મસ્જિદમાં હિલચાલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી છે.

Published On - 12:58 pm, Tue, 17 May 22

Next Article