AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Walkar Case : શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબ પૂનાવાલા વિરુદ્ધ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે

Shraddha Walkar Case Update : 18 મે, 2022ના રોજ દિલ્હીમાં આરોપી આફતાબ પૂનાવાલાએ તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેની લાશના ટુકડા કરીને દિલ્હીના જંગલોમાં ફેંકી દીધા હતા.

Shraddha Walkar Case : શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબ પૂનાવાલા વિરુદ્ધ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે
Shraddha (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 11:24 AM
Share

Shraddha Walker Case Update: દેશભરમાં ચકચાર મચાવનાર શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી કોર્ટ આજે શનિવારે 29 એપ્રિલે આરોપી આફતાબ પૂનાવાલા સામે પોતાનો ચુકાદો સંભળાવશે. આરોપી આફતાબ પૂનાવાલાએ ગત 18 મે, 2022ના રોજ દિલ્હીના છતરપુર વિસ્તારમાં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાઓ કરીને મહેરૌલી વિસ્તારમાં ફેકી દીધા હતા.

દિલ્હી પોલીસ પણ આજે શ્રદ્ધા વોકરના પિતાની અરજી પર કોર્ટ સમક્ષ પોતાનો જવાબ દાખલ કરવા જઈ રહી છે. શ્રદ્ધા વોકરના પિતાએ વિનંતી કરી હતી કે, પરંપરા અને સંસ્કૃતિ મુજબ તેના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપવામાં આવે.

એડિશનલ સેશન્સ જજ મનીષા ખુરાના કક્કરે 15 એપ્રિલના રોજ ફરિયાદી પક્ષના વકીલો તેમજ આરોપો ઘડવા અંગે આરોપીઓની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. તપાસ એજન્સીએ 15 એપ્રિલે શ્રદ્ધા વોકરના પિતાની અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો.

આફતાબ પૂનાવાલાની સામે દિલ્હી પોલીસે આઈપીસીની કલમ 302 (હત્યા) અને 201 (ગુનાનો પુરાવો) હેઠળ કેસ દાખલ કર્યો છે. આરોપી આફતાબ પૂનાવાલા હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. દિલ્હી પોલીસે 24 જાન્યુઆરી 2023ના રોજ આ કેસમાં 6,629 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

ચાર્જશીટમાં આરોપી આફતાબ પૂનાવાલાના કારનામા

પોલીસે હત્યા બાદ આફતાબની ગતિવિધિઓ વિશે પણ તમામ વિગતો આપી છે. જેમાં શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ કરીને તેને જંગલમાં ફેકી દઈને પુરાવાઓનો નિકાલ કરવાની યોજના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કેવી રીતે આરોપીએ શ્રદ્ધાનું ગળું દબાવ્યું અને કેવી રીતે તેણે એક પછી એક શરીરના અંગોના ટુકડાઓ કરીને તેનો નિકાલ કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">