AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિમલા નહીં બેંગલુરુ, હવે વિપક્ષની આગામી બેઠક 13-14 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે- શરદ પવાર

ગત 23 જૂને પટનામાં વિપક્ષી એકતાની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીયકક્ષાના 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.

શિમલા નહીં બેંગલુરુ, હવે વિપક્ષની આગામી બેઠક 13-14 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે- શરદ પવાર
Nitish Kumar, Sharad Pawar, Rahul Gandhi, Mamata Banerjee
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 5:58 PM
Share

Opposition meeting in Bengaluru : એનસીપીના વડા શરદ પવારે આજે ગુરુવારે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષોની સંયુક્ત બેઠક આગામી બેઠક 13 અને 14 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાશે. અગાઉ આ બેઠક 10-12 જુલાઈના રોજ શિમલામાં યોજાવાની હતી. એનસીપીના વડા, શરદ પવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન 23 જૂનની બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ પીએમ મોદી બેચેન થઈ ગયા છે.

બિહારની રાજધાની પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની સયુંક્ત બેઠકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીયસ્તરની કુલ 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ એકતા દર્શાવી હતી. આ બેઠકમાં તમામ પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોના ઉપસ્થિત રહેલા નેતાઓએ એકમત દર્શાવ્યો હતો. વિપક્ષની સંયુક્ત બેઠક દરમિયાન આગામી  લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ એવું કહેવામાં આવ્યું હતું કે વિપક્ષોની સંયુક્ત બેઠક આવતા મહિને એટલે કે જુલાઈમાં શિમલામાં યોજાશે.

2024ની ચૂંટણીમાં તમામ વિરોધ પક્ષો સાથે મળીને લડશે – નીતિશ

જૂન મહિનામાં પટનામાં યોજાયેલી બેઠક બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતુ કે તમામ નેતાઓ સાથે તેમની મુલાકાત ફળદાયી રહી છે. તમામ વિરોધ પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી અને એનસીપીના વડા શરદ પવાર સહિત વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠક બાદ AAP-કોંગ્રેસ વચ્ચે વિખવાદ

વિપક્ષી દળની એકતાની બેઠક બાદ વટહુકમને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડી હતી. AAPએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ જે બેઠકમાં હાજર રહેશે તેમાં અમે હાજર રહીશું નહીં. વાસ્તવમાં, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે કોંગ્રેસે વટહુકમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. બીજી તરફ વિપક્ષી એકતાની બેઠક પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે આ સ્વાર્થનું ગઠબંધન છે. આમાં દરેકની પોતાના અંગત ઈરાદાઓ છે. આ બેઠકથી કંઈ થવાનું નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">