5 જાન્યુઆરીએ 5 રાશિઓ પર શનિ મહારાજ કરી શકે છે ઍટૅક, શું આ 5 રાશિઓમાં આપની રાશિ પણ છે ? બચવા માટે વાંચો ઉપાયો
જ્યોતિષ ગણના મુજબ નવા વર્ષ 2019માં 3 શનિ અમાવસ્યા પડશે. તેમાંની પ્રથમ શનિ અમાવસ્યા 5 જાન્યુઆરી છે. ન્યાયના દેવતા શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ અમાવસ્યાનો દિવસ સર્વોત્તમ ગણાય છે. શનૈશ્ચરી અમાવસ્યાનો દિવસ શનિની પૂજા-અર્ચના, સાધના માટે મહત્વપૂર્ણ, વાંછિત ફળદાયક ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અમાવસ્યાના દિવસે લોકો શનિ દોષોમાંથી મુક્તિ અને શનિની ઢૈય્યા તથા […]

જ્યોતિષ ગણના મુજબ નવા વર્ષ 2019માં 3 શનિ અમાવસ્યા પડશે. તેમાંની પ્રથમ શનિ અમાવસ્યા 5 જાન્યુઆરી છે.
ન્યાયના દેવતા શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ અમાવસ્યાનો દિવસ સર્વોત્તમ ગણાય છે. શનૈશ્ચરી અમાવસ્યાનો દિવસ શનિની પૂજા-અર્ચના, સાધના માટે મહત્વપૂર્ણ, વાંછિત ફળદાયક ગણાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અમાવસ્યાના દિવસે લોકો શનિ દોષોમાંથી મુક્તિ અને શનિની ઢૈય્યા તથા સાડા સાતીના પ્રભાવોને ઓછા કરવા માટે શનિ મંદિરે જઈ પૂજા-અર્ચના કરે છે.
ચાલુ વર્ષની પ્રથમ શનિ અમાવસ્યા શુક્રવાર એટલે કે 5 જાન્યુઆરી સવારે 4.58 વાગ્યે શરુ થશે કે જે 6 જાન્યુઆરી રવિવાર સવારે 6.58 વાગ્યા સુધી રહેશે.
જે લોકો પર શનિની દૃષ્ટિ પડનાર છે, તેઓ શનિ અમાવસ્યાના દિવસે સ્નાન-દાન-શ્રાદ્ધ જેવા કર્મો કરી શકે છે. શનિ અમાવસ્યા પર શનિ દેવની વિધિ-વિધાનથી પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને શનિ ગ્રહના દોષોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત શનિ અમાવસ્યાનો દિવસ પિતૃ દોષની શાંતિ તથા કાલસર્પ દોષના નિવારણ માટે પણ મંગળકારી હોય છે.
જ્યાં સુધી રાશિઓનો સવાલ છે, તો વૃષભ અને કન્યા રાશિ પર શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે, જ્યારે વૃશ્ચિક, ધન અને મકર રાશિ પર શનિની સાડા સાતી ચાલી રહી છે. તેથી શનિ અમાવસ્યાના દિવસે આ પાંચેય રાશિઓના જાતકોને મુશ્કેલ પરિસ્થિતિોનો સામનો કરવો પડી શકે છે. શક્ય છે કે શનિ દેવ આ રાશિના જાતકો પર કહેર વરસાવે કે જેના પગલે કોઈ મોટું નુકસાન કે અવાંછિત ઘટનાઓનો સામનો કરવો પડે.
શનિના પ્રકોપથી બચવા શું કરશો?
પૌરાણિક માન્યતાઓ મુજબ શનિદેવનો જન્મ શનિવારે અમાવસ્યાની તિથિએ થયો હતો. તેથી શનિવારી અમાવસ્યાનું ખાસ મહત્વ છે. આ વખતની શનૈશ્ચરી અમાસનું વિશેષ મહત્વ છે, કારણ કે આ વર્ષનો રાજા પણ શનિ છે.
ગોચર ગ્રહો મુજબ શનિ અમાસના દિવસે ધન રાશિમાં શનિ સાથે ચાર ગ્રહોનો વિશેષ યોગ બની રહ્યો છે કે જે પિતૃ દોષ કારક, પુર્નફૂ યોગ હોવાના કારણે આ અમાવસ્યાએ પિતૃદોષ શાંતિ કરવી પણ શ્રેષ્ઠ રહેશે.
હવે શનિદેવના પ્રકોપથી બચવાના ઉપાયોની વાત કરીએ, તો શનિ દેવને પ્રસન્ન કરવા માટે ભક્તગણો વ્રત રાખી અને વિધિ-વિધાનથી પૂજા કરી શકે છે. વ્રત કરનાર વ્યક્તિ સવારે સ્નાન, ધ્યાન અને પોતાના ઇષ્ટ દેવની પૂજા કર્યા બાદ શનિ વ્રતનો સંકલ્પ કરે. આખો દિવસ નિરાહાર વ્રત રાખી સાંજના સમયે ફરીથી સ્નાન કરી શનિદેવની વિધિ-વિધાનથી પૂજા કરો.
આ પણ વાંચો : મૅગીએ પોતે પહેલી વાર સુપ્રીમ કોર્ટમાં માની લીધું કે મૅગી ખાવી એટલે ધીમે-ધીમે મોતના મોઢામાં જવું !
આ વાતનું ધ્યાન અવશ્ય રાખો કે શનિ દેવને કાળા રંગની વસ્તુઓ જ ચઢાવો જેમ કે કાળા વસ્ત્ર, કાળા આખા અડદ, કાળા તલ, સરસિયાનું તેલ કે તલનું તેલ, લોખંડનું વાસણ ચઢાવવું લાભકારી સિદ્ધ થશે. આ જ ક્રમમાં શનિદેવના મંદિરમાં સરસિયું તેલથી તેમનો અભિષેક કરો અને અખંડ જ્યોતિ પ્રગટાવો.
શનિ અમાવસ્યા પર સાંજના સમય પશ્ચિમની દિશા તરફ મોઢું રાખી દાન કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે. આમ કરવાથી શનિ ગ્રહની ઉત્તમ સ્થિતિથી ઐશ્વર્ય અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. સાથે જ સમસ્ત ભૌતિક સુખો મળે છે. શનિ અમાસે પીપળાના વૃક્ષની 1009 પરિક્રમા કરવાથી રોગોમાંથી છુટકારો મળે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
આ પાંચ મંત્રોનો કરો જાપ :
1. ॐ શં શનૈશ્ચરાય નમ: 2. ॐ પ્રાં પ્રીં પ્રૌ સ: શનયે નમ: 3. ॐ પ્રાં પ્રીં પ્રૌ સં શનૈશ્ચરાય નમ: 4. ॐ નમો ભગવતે શનૈશ્ચરાય સૂર્યપુત્રાય નમ: 5. ॐ ઐં હ્રીં શ્રીં શનૈશ્ચરાય નમ:
[yop_poll id=462]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Latest News Updates





