Video :કચરા અને ગટરના પાણીથી બનશે ઇંધણ અને ચાલશે ગાડી ! જુઓ Video અને સાંભળો નિતિન ગડકરીની આ વાત
નિતિન ગડકરીએ ઈંધણ બનાવવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું હવે અમે કચરા અને ગટરના પાણી માંથી ઈંધણ બનાવીશું અને તેના વડે ગાડી ચાલશે. જોકે ટૂંક સમયમાં ઇથેનોલ પર ચાલતી બાઇક પણ બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ રીતે હવે ઇથેનોલ પર ચાલતા ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલર પણ ગ્રાહકોને ઉપલબ્ધ થશે.
હવે પેટ્રોલ કે ડીઝલ કે CNG જેવા મોંઘા ઈંધણની જરૂર નહીં પડે. ઓગસ્ટ મહિનાથી ઇથેનોલથી ચાલતી કાર રસ્તાઓ પર દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ (Nitin Gadkari) એક મોટી જાહેરાત ઓગસ્ટ મહિનામાં ઇથેનોલથી ચાલતી કારને લઈને પણ કરી હતી.
100% બાયો ઇથેનોલ સંચાલિત બાઇક અને કાર બજારમાં
નિતિન ગડકરીએ કહ્યું કે માત્ર કાર જ નહીં પરંતુ ઇથેનોલ પર ચાલતી બાઇક પણ બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ રીતે હવે ઇથેનોલ પર ચાલતા ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલર પણ ગ્રાહકોને ઉપલબ્ધ થશે. ટોયોટા કંપની આ વાહનો લોન્ચ કરી રહી છે. આ વાહનો 100 ટકા બાયો-ઇથેનોલ પર ચાલશે અને ઇથેનોલ ઇંધણ પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે અને પ્રદૂષણ પણ નહીં થાય.
ગડકરીએ કહ્યું આ રીતે બનાવીશું ઇથેનોલ
નિતિન ગડકરીએ ઈંધણ બનાવવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું હવે અમે કચરા અને ગટરના પાણી માંથી ઈંધણ બનાવીશું અને તેના વડે ગાડી ચાલશે.
આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને
ઇથેનોલ પરના ભાર મૂકવાના કારણ
- આ એક નવું બળતણ છે. કારણ કે પેટ્રોલ એ અશ્મિભૂત બળતણ છે, જેનો અર્થ એ છે કે તે એવા સંસાધનોમાંથી બનાવવામાં આવે છે જે મર્યાદિત છે અને આખરે સમાપ્ત થઈ જશે. બીજી બાજુ, ઇથેનોલ એવા પાકોમાંથી ઉત્પન્ન કરી શકાય છે જે વર્ષ-દર વર્ષે ઉગાડવામાં આવે છે.
- તે પેટ્રોલ કરતાં વધુ સ્વચ્છ બર્નિંગ છે. ઇથેનોલ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા પ્રદૂષકોનું ઓછું ઉત્સર્જન કરે છે. આ હવાની ગુણવત્તા સુધારવામાં અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરી શકે છે.
- તેનું ઉત્પાદન ઘરેલુ સ્તર અપર પણ છે. જે વિદેશી તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકે છે.
- તે ગ્રામીણ અર્થતંત્રોને ટેકો આપે છે. ઇથેનોલનું ઉત્પાદન ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓનું સર્જન કરી શકે છે, જ્યાં ઘણા મકાઈ અને શેરડીના ખેતરો આવેલા છે.