જોધપુરમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ, બે જૂથ વચ્ચે અથડામણ બાદ પોલીસ કાફલો ખડકાયો

|

Jun 08, 2022 | 6:43 AM

જોધપુર(Jodhpur)ના સુરસાગરના રોયલ્ટી બ્લોક પાસે અથડામણ અને પથ્થરમારાની ઘટના સામે બની હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જોધપુરમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ, બે જૂથ વચ્ચે અથડામણ બાદ પોલીસ કાફલો ખડકાયો
Tension has once again become a situation in Jodhpur.
Image Credit source: file photo

Follow us on

રાજસ્થાનના (Rajasthan)જોધપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ ઉભી થઈ હતી અને બંને જૂથો વચ્ચે પથ્થરમારાની (Stone pelting )ઘટના બની હતી. જોધપુરના (Jodhpur ) સુરસાગર વિસ્તારમાં બે કોમના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ હતી કે બે યુવકો વચ્ચે મારપીટ થઈ હતી. આ ઘટના સૂરસાગરનાના સ્થલે રૂપવતો બાસની છે. બે યુવકો વચ્ચે મારપીટ થયા બાદ ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી. મીડિયાના અહેવાલ પ્રમાણે સૂરસાગરના રોયલ્ટી નાકા પાસે અથડામણ અને પથ્થરબાજીની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતા જ પોલીસ તુરંત તે સ્થળે પહોચી ગઈ હતી. હાલમાં ત્યાં મોટીસંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જોધપુરમાં આ રીતેનો વિવાદ પ્રથમવાર થયો નથી. ઇદના તહેવાર વખતે પણ બે સમુદાય વચ્ચે હિંસા ફેલાઈ હતી. ઇદ અને પરશુરામ જંયતિ એક સાથે હતી ત્યારે જાલોરી ગેટ પાસે લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ ઉભો થયો હતો અને આ વિવાદ જોતજોતામાં હિંસામાં પરિણ્મ્યો હતો. પોલીસે તે સમયે 33 કેસ નોંધ્યા હતા અને હિંસામાં 250થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

જોધપુરમાં બાઇક રેલી ઉપર થયો હતો પત્થરમારો

આ વર્ષે રાજસ્થાનમાં હિંસાની ઘટનાઓ વધુ બની છે. જોધપુરથી પહેલા કરૌલી અને અલવરમાં જોરદાર હિંસા અને આગચંપીના કેસ નોંંધાયા હતા. બાઇક રેલી દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. હિંદુ નવવર્ષ નિમિત્તે નીકળેલી બાઇકરેલી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેનાથી એટલી ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ હતી કે તંત્રએ લાંબા સમય સુધી કર્ફ્યૂ લાદવો પડ્યો હતો. સાથે જ ઇન્ટરનેટ સેવા પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી. 22 એપ્રિલે અલવરના દિલેમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી.
આ ઘટના બાદ ગેહલોત સરકારની ઘણી ટીકા થઈ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફરીથી સળગ્યું જોધપુર શહેર

હવે ફરીથી એકવાર જોધપુરમાં સાંપ્રદાયિક હિંસાના સમાચાર સામે આવ્યા છે. બે યુવકો વચ્ચેની અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં એટલો તણાવ ફેલાઈ ગયો હતો કે પથ્થરમારા અને ફાયરિંગ સુધી વાત વધી ગઈ હતી. પથ્થરમારા અને ફાયરિંગની ઘટનામાં હાલમાં પોલીસ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

 

Next Article