સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

|

Apr 14, 2021 | 11:22 AM

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેઓ આઈસોલેટ થઈ ગયા છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Akhilesh Yadav (File Image)

Follow us on

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેઓ આઈસોલેટ થઈ ગયા છે. તેની જાણકારી તેમને જાતે ટ્વીટ કરીને આપી છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે ‘હાલમાં મારો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને ઘર પર જ સારવાર શરૂ થઈ ગઈ છે.’

 

 

તેમને કહ્યું કે થોડા દિવસ પહેલા મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે, તેમને અપીલ કરૂ છું કે તે ટેસ્ટ કરાવી લે અને થોડા દિવસ સુધી આઈસોલેશનમાં રહેવા પણ વિનંતી છે. તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવને થોડા દિવસથી સામાન્ય તાવ હતો. ત્યારબાદ તેમને ટેસ્ટ કરાવ્યો હતો અને આજે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે.

 

તેમને સ્વાસ્થ્યકર્મી દ્વારા સેમ્પલ લેવાની તસ્વીર ટ્વીટર પર શેયર કરી હતી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. તેમને ટ્વીટ કરી કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં કોરોનાથી જે હાહાકાર મચ્યો છે. તેના માટે ભાજપ સરકારને જવાબ આપવો પડશે કે તેમને કોરોના પર નિયંત્રણ મેળવવાના ખોટા દાવા કેમ કર્યા?

 

રસીકરણ, ટેસ્ટ, ડોક્ટર, બેડ, એમ્બ્યુલન્સની કમી, ટેસ્ટ રિપોર્ટ આવવામાં વધારે સમય અને દવાઓની કાળાબજારી પર ભાજપ સરકાર ચૂપ કેમ છે? તેમને પૂછ્યૂ કે સ્ટાર પ્રચારક ક્યા છે? ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાનની ઓફિસમાં ઘણા પોઝિટીવ કેસ સામે આવવાના કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સાવચેતીના ભાગરૂપે આઈસોલેટ થયા છે.

 

આ પણ વાંચો: મહાકુંભમાં જનમેદની વચ્ચે કોરોનાનો પ્રકોપ: 100 થી વધુ ભક્તો અને 20 સાધુ-સંતો કોરોના પોઝિટિવ

Published On - 11:21 am, Wed, 14 April 21

Next Article