RSS શરૂ કરી રહ્યું છે પ્રથમ સૈનિક સ્કૂલ, જાણો ક્યાં ધોરણથી પ્રવેશ અને કોને અનામત?

|

Jan 27, 2020 | 3:14 PM

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પોતાની સૈનિક સ્કૂલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ઉત્તરપ્રદેશના બુલંદ શહેર ખાતે આ એપ્રિલ મહિનાથી વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણી શકશે. આ સૈનિક સ્કૂલમાં અનામતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહીદ થયા હોય તેવા જવાનોના દીકરાઓને અનામત આપવામાં આવશે. આ સિવાય સંઘની આ સ્કૂલમાં કોઈ જ અનામત લાગુ થશે નહીં. Facebook પર […]

RSS શરૂ કરી રહ્યું છે પ્રથમ સૈનિક સ્કૂલ, જાણો ક્યાં ધોરણથી પ્રવેશ અને કોને અનામત?

Follow us on

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પોતાની સૈનિક સ્કૂલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ઉત્તરપ્રદેશના બુલંદ શહેર ખાતે આ એપ્રિલ મહિનાથી વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણી શકશે. આ સૈનિક સ્કૂલમાં અનામતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહીદ થયા હોય તેવા જવાનોના દીકરાઓને અનામત આપવામાં આવશે. આ સિવાય સંઘની આ સ્કૂલમાં કોઈ જ અનામત લાગુ થશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

રાષ્ટ્રીય સ્વયં સંઘની આ સૈનિક સ્કૂલ સંઘમાં સરસંઘસંચાલક રહેલા રજ્જુ ભૈયાના નામથી શરૂ કરવામાં આવી છે. રજ્જુ ભૈયાએ સંઘની કમાન વર્ષ 1994થી લઈને 2000 સુધી સંભાળી હતી અને તેમની યાદ રુપે સંસ્થાને નામ આપવામાં આવ્યું છે. આ સંઘની સૈનિક સ્કૂલમાં છઠ્ઠા ધોરણથી બાળકોને પ્રવેશ આપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેવી રીતે થશે દેશના સેનામાં વિદ્યાર્થીઓની ભરતી?
કુલ 160 વિદ્યાર્થીઓની બેચને સરકારની વિવિધ સૈનિક ભરતી માટે તાલીમ આપવામાં આવશે. એનડીએસની પરીક્ષા પાસ કરી શકે તે માટે કોચિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૈનિક સ્કૂલ ફરજિયાત નિવાસી રહેશે એટલે કે સંલગ્ન હોસ્ટેલમાં રહીને જ બાળકોએ ભણવાનું રહેશે. આ સ્કૂલમાં સીબીએસઈ પેટર્ન મુજબ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવો રહેશે વિદ્યાર્થીઓ- શિક્ષકોનો ડ્રેસ કોર્ડ?
સંઘની આ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસ કોર્ડ પણ નક્કી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે વાદળી શર્ટ અને ઘેરા વાદળી રંગનું પેંટ ડ્રેસ કોર્ડ સ્વરૂપે નક્કી કરવામાં આવ્યું છે. જયારે શિક્ષકો માટે સફદે શર્ટ અને ગ્રે કલરનું પેંટ ડ્રેસ માટે નક્કી કરાયું છે. આ સંસ્થાનો ઉદેશ્ય સૈનિક બનવાની શિક્ષાની સાથે નૈતિક તેમજ આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનો છે તેવું જાણવા મળ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article