એસ જયશંકરે બેંગકોકમાં કહ્યું, -‘આ સૌભાગ્યની વાત છે કે દેશમાં વડાપ્રધાન મોદી છે.’ જુઓ VIDEO
બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે કે તેઓ ઘણી વસ્તુઓની ઉંડાણથી અનુભવી શકે છે
S Jaishankar: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે કે તેઓ ઘણી વસ્તુઓની ઉંડાણથી અનુભવી શકે છે અને તેમની નીતિઓ અને કાર્યક્રમોમાં તેનો ઉપયોગ કરી શકે છે. જયશંકર કહે છે કે રાજદ્વારીથી રાજકારણી સુધીની તેમની સફરમાં તેમણે ઘણા નેતાઓ સાથે કામ કર્યું છે, પરંતુ દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ રજા વગર કામ કરવું મોટી વાત છે.
પીએમ મોદીના વ્યક્તિત્વના કર્યા વખાણ
આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘આ ખૂબ જ સદ્ભાગ્યની વાત છે કે આ સમયે દેશમાં PM મોદી જેવો કોઈ વ્યક્તિ છે અને હું આવું એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તેઓ આજે વડાપ્રધાન છે અને હું તેમની કેબિનેટનો સભ્ય છું. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો કોઈને આરોગ્યની સમસ્યા હોય તો તેને શું થયુની ચીંતા કરનાર એક ઉચા હોદ્દા પર રહીને પણ પીએમ જ કરી શકે છે તેમજ કોવિડ સમયે ઘરે પાછા ફરતા લોકો માટે શું કરવું, તેઓ શું કરશે? ખવડાવવા માટે, તમે તેમના ખાતામાં પૈસા કેવી રીતે મોકલવા, મહિલાઓ પૈસાનું વધુ સારી રીતે સંચાલન કરી શકે છે, આવો વિચાર દરેકના મનમાં ન આવી શકે.
#WATCH | I feel it’s been an enormous good fortune of the country to have someday like him (PM Narendra Modi) at this time. I am not saying this because he is the PM and I am a member of his cabinet…He is enormously visionary and grounded and honestly such people come once in a… pic.twitter.com/EAuEBDK24l
— ANI (@ANI) July 15, 2023
વડાપ્રધાન મોદીને સદીમાં એક વાર આવનાર વ્યક્તિત્વ તરીકે ગણાવતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે જમીન સાથે જોડાયેલા અને ખૂબ જ અનુભવી હોવાની સાથે સારા નેતાઓમાં દેશને વિવિધ આયામો પર લઈ જવાનો પીએમ મોદીમાં જુસ્સો પણ છે.
જયશંકરની નજરમાં શ્રેષ્ઠ રાજદ્વારી હનુમાનજી
આ દરમિયાન વિદેશ મંત્રી, જે પોતે રાજદ્વારી રહી ચૂક્યા છે, તેમણે કહ્યું કે તેમના મતે શ્રેષ્ઠ રાજદ્વારી ભગવાન હનુમાન હતા. પોતાના પુસ્તકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય રાજકારણનો સામનો કરવા માટે મહાભારતનો માર્ગદર્શક તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે હેતુથી તેમણે આ પુસ્તક લખ્યું છે.
તેમણે કહ્યું કે મહાભારત શાસન કરવાની કળા છે, પરંતુ જો તમે મને પૂછો કે શ્રેષ્ઠ રાજદ્વારી કોણ છે, તો મારો જવાબ ભગવાન હનુમાન હશે. તે ભગવાન રામ માટે કામ કરી રહ્યા હતા, પરંતુ આ સ્થિતિને એક દેશની જેમ સમજવી જોઈએ, જે એવા દેશ સાથે વ્યવહાર કરી રહ્યો છે જેના વિશે તમે વધુ જાણતા નથી. તમારે ત્યાં જવું પડશે, માહિતી એકઠી કરવી પડશે, સીતાને શોધવી પડશે. સંપર્ક સાંધવો, તેમજ તેમનું મનોબળ વધ્યુ. જે બાદ તેઓએ લંકાને આગ લગાડી, જેની હું રાજદ્વારીઓને સલાહ આપીશ નહીં, પરંતુ જો તમે એકંદરે જુઓ, તો તેઓ સફળતાપૂર્વક પાછા ફર્યા.