બ્રિટેનના CDS સર નિકોલસ કાર્ટરને મળ્યા વિદેશમંત્રી એસ. જયશંકર, અફઘાનિસ્તાન સહીત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
એસ. જયશંકર યુરોપિયન ગ્રીન ડીલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ ફ્રાન્સ ટિમરમેનને પણ મળ્યા હતા. વિદેશ મંત્રીએ ટ્વિટ કર્યું કે આ દરમિયાન વેપાર અને રોકાણ, જોડાણ અને ઇન્ડો-પેસિફિક સહિત ભારત- યુરોપીયન સંઘની ભાગીદારીના વિસ્તરણ પર ચર્ચા થઈ.
વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) આજે એટલે કે શુક્રવારે યુકેના સીડીએસ સર નિકોલસ કાર્ટરને (UK CDS General Nicholas Carter) મળ્યા હતા. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. આ બેઠક વિશે માહિતી આપતા એસ. જયશંકરે કહ્યું કે બ્રિટિશ સીડીએસ સર નિકોલસ કાર્ટર સાથેની તેમની વાતચીત અફઘાનિસ્તાન અને હિંદ પ્રશાંત પર કેન્દ્રિત હતી.
એસ. જયશંકર યુરોપિયન ગ્રીન ડીલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ ફ્રાન્સ ટિમરમેનને પણ મળ્યા હતા. વિદેશ મંત્રીએ ટ્વિટ કર્યું કે આ દરમિયાન વેપાર અને રોકાણ, જોડાણ અને ઇન્ડો-પેસિફિક સહિત ભારત- યુરોપીયન સંઘની ભાગીદારીના વિસ્તરણ પર ચર્ચા થઈ. આ ઉપરાંત ક્લાઇમેટ એક્શન પડકારો અને અફઘાનિસ્તાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
Received UK CDS General Nicholas Carter.
Conversation centered around Afghanistan and Indo-Pacific. pic.twitter.com/G0k2y59N3E
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 22, 2021
Pleasure as always to meet EVP @TimmermansEU.
A good discussion on the expanding India-EU partnership, including on trade and investment, connectivity and Indo-Pacific.
Exchange of views covered climate action challenges and Afghanistan. pic.twitter.com/xxTox4lvwf
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 22, 2021
યુકેના વિદેશ સચિવ લિઝ ટ્રસ આજે નવી દિલ્હી પહોંચ્યા
બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રસ (Liz Truss) ભારત અને બ્રિટનની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અનેક જોડાણોની જાહેરાત કરશે. લિઝ ટ્રસ તેના સમકક્ષ એસ. જયશંકર અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે બે દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા અને બંને દેશો વચ્ચે ગાઢ સહકારના ક્ષેત્રો પર ચર્ચા કરી. લિઝ ટ્રસ સ્વચ્છ અને સતત વિકાસમાં મદદ આપવા માટે ભારત સાથે 8.2 કરોડ ડોલરથી વધુની ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડાણની જાહેરાત કરશે. બ્રિટન સરકારે શુક્રવારે આ માહિતી આપી.
વિદેશ સચિવ લિઝ ટ્રસની શુક્રવારે શરૂ થયેલી મુલાકાત દરમિયાન, બ્રિટન ભારતભરમાં ગ્રીન ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે 50.4 મિલિયન પાઉન્ડના રોકાણ સહિત ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોદાની જાહેરાત કરશે. લિઝ ટ્રસ બંને અર્થવ્યવસ્થાને વેગ આપવા અને વિકાસશીલ દેશોને સ્વચ્છ અને ટકાઉ રીતે વિકાસ કરવામાં મદદ કરવા માટે ભારત સાથે 6 કરોડ પાઉન્ડથી વધુની ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડાણની જાહેરાત કરવા માટે તૈયાર છે.