રશિયા હવે ભારતને આપશે બોમ્બર એરક્રાફ્ટ, જાણો TU 160 બ્લેક જેકની ખાસિયતો

|

Aug 08, 2022 | 7:52 PM

ભારત Tu-160થી ન્યુક્લિયર ડિલિવરી માટે હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ વિકસાવશે. આપને જણાવી દઈએ કે ભારત પાસે પોતાનું બોમ્બર નથી. બોમ્બર એટલે કે એવુ એરક્રાફ્ટ, જે લાંબા અંતરની મુસાફરી કર્યા પછી દુશ્મનોના વિસ્તારમાં બોમ્બ છોડ્યા પછી પાછું આવે.

રશિયા હવે ભારતને આપશે બોમ્બર એરક્રાફ્ટ, જાણો TU 160 બ્લેક જેકની ખાસિયતો
Tu 160 Black Jack Bomber

Follow us on

ભારત અને રશિયાની (Russia) મિત્રતા ઘણી જૂની છે. ભારતીય દળો પાસે મોટાભાગના હથિયારો રશિયન છે. મતલબ એવા શસ્ત્રો છે, જે રશિયામાં બને છે. તે બીજી વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા પાસેથી સંરક્ષણ આયાતમાં ઘટાડો થયો છે. તે જ સમયે, એવા સમાચાર છે કે ભારતને રશિયા પાસેથી બોમ્બર એરક્રાફ્ટ (Tu 160 Black Jack Bomber) મળી શકે છે. સંરક્ષણ બાબતોના નિષ્ણાત વરુણ કાર્તિકેયને ભરત કર્નાડ નામના સંરક્ષણ વિશ્લેષકને ટાંકીને આ માહિતી આપી છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘ભારત રશિયા પાસેથી Tu 160 બ્લેક જેક બોમ્બર લઈ શકે છે. ભારત Tu-160થી ન્યુક્લિયર ડિલિવરી માટે હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ વિકસાવશે. આપને જણાવી દઈએ કે ભારત પાસે પોતાનું બોમ્બર નથી. બોમ્બર એટલે કે એવુ એરક્રાફ્ટ, જે લાંબા અંતરની મુસાફરી કર્યા પછી દુશ્મનોના વિસ્તારમાં બોમ્બ છોડ્યા પછી પાછું આવે.

TU 160 બ્લેક જેક બોમ્બરની વિશેષતાઓ

  1. TU 160 બ્લેક જેક બોમ્બરને વ્હાઈટ સ્વાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સુપરસોનિક વેરિયેબલ સ્વીપ વિંગ હેવી સ્ટ્રેટેજિક બોમ્બર છે. તે 1970માં સોવિયેત યુનિયનના ટુપોલેવ ડિઝાઈન બ્યુરો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું. 1987થી તે રશિયન એરોસ્પેસ ફોર્સમાં સતત તૈનાત છે.
  2. Tu-160 બ્લેક જેક બોમ્બર 40,026 ફૂટની ઊંચાઈએ મહત્તમ 2220 kmphની ઝડપે ઉડી શકે છે. તે એક સમયે 12,300 કિમી સુધી ઉડી શકે છે. પરંતુ તેને 960 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાડવામાં આવે છે.
  3. આ પ્લેન 177.6 ફૂટ લાંબુ છે. તેની પાંખો 182.9 ફૂટ છે. ઊંચાઈ 43 ફૂટ છે. ખાલી વિમાનનું વજન 1.10 લાખ કિલો છે. ટેકઓફ સમયે મહત્તમ વજન 2.75 લાખ કિલો સુધી પહોંચે છે.
  4. Tu-160 બ્લેક જેક બોમ્બર ચાર માણસો દ્વારા ઉડાડવામાં આવે છે. તેમાં પાઈલટ, કો-પાઈલટ, બોમ્બાર્ડિયર અને ચોથો ડિફેન્સિવ સિસ્ટમ ઓફિસર હોય છે.
  5. યુદ્ધ સમયે તેની લડાયક રેન્જ 2000 કિમી હોય છે, જેને સબસોનિક સ્પીડ પર વધારીને 7,300 કિમી કરી શકાય છે. તે મહત્તમ 52 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આકાશમાં ઉપર ચઢવાની તેની ઝડપ 14 હજાર ફૂટ પ્રતિ મિનિટ છે.
Next Article