‘નમો માતૃભૂમિ’ થી ‘નમસ્તે સદા વત્સલે..’ કેવી રીતે બની સંઘની પ્રાર્થના… શું સંઘમાં ક્યારેય કોઈ મહિલા સરસંઘચાલક બની શકે ખરી? વાંચો
સંઘની યાત્રામાં પ્રાર્થનાની પસંદગી પણ એક મહત્વપૂર્ણ પડાવ છે. આ પ્રાર્થના સંઘની ઓળખ બની જાય છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હો કે નમસ્તે સદા વત્સલે સંઘની પહેલી પ્રાર્થના નથી. સંઘની પહેલી પ્રાર્થના હતી 'નમો માતૃભૂમિ'. તો પછી તેને શા માટે બદલવામાં આવી. બીજુ કે સંઘે તેની સ્થાપના થી જ પોતાને એક સિદ્ધાંત-આધારિત સાંસ્કૃતિક સંગઠન તરીકે રજૂ કર્યું છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે: શું મહિલાઓની સંઘમાં પુરુષો જેટલી પ્રત્યક્ષ ભૂમિકા છે? શું કોઈ મહિલા ક્યારેય સંગઠનમાં સર્વોચ્ચ પદ, સરસંઘચાલક, સંભાળી શકે છે? આવો જાણીએ

કોઈપણ સંગઠનનો સમયની સાથે વિસ્તાર થતો રહે છે તો સમય અને પરિસ્થિતિ અનુસાર તેમા બદલાવ પણ સ્વાભાવિક છે. સંઘની સાથે પણ કંઈક આવુ જ જોવા મળ્યુ. જ્યારે સંઘની નિયમિત શાખા શરૂ થઈ તો તેના જન્મભૂમિને નમન કરતી એક પ્રાર્થના હતી. જેને ખુદ ડૉ કેશવ બલિરામ હેડગેવારે સહયોગીઓ સાથે મળીને તૈયાર કરાવી હતી. જો કે એ દિવસોમાં નાગપુરમાં મરાઠીની સાથે હિંદી પણ બોલાતી હતી તો આ પ્રાર્થના પણ હિંદીના કેટલાક શબ્દો સાથે મૂળ મરાઠીમાં જ હતી. સંઘમાં બદલાવ બહુ જલદી નથી થતા, તો 1939 સુધી ‘નમો માતૃભૂમિ’ પ્રાર્થના જ સંઘના કાર્યક્રમોમાં ગવાતી રહી. છત્રપતિ શિવાજી સાથે છે સંઘની પ્રાર્થનાનું કનેક્શન પરિવર્તન માટે પ્રેરણા સંઘના વિસ્તરણ અને છત્રપતિ શિવાજી મહારાજની સંસ્કૃતમાં લખાયેલી શાહી મહોરથી મળી. સંસ્કૃત દેશની એકમાત્ર ભાષા હતી, જે વિદેશી આક્રમણકારો દ્વારા પોતાની ભાષાઓ લાદવામાં આવી હોવા...
