RRB NTPC Result Protest : રેલવે તમારી સંપત્તિ’, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની અપીલ – વિદ્યાર્થીઓ કાયદો હાથમાં ન લે

|

Jan 26, 2022 | 4:54 PM

NTPC પરીક્ષાના પરિણામોમાં વિસંગતતાને લઈને બિહારમાં વિદ્યાર્થીઓનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગયા જંક્શન પર એક ખાલી ટ્રેનને આગ ચાંપી દીધી હતી. આ અંગે અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને અપીલ કરી છે.

RRB NTPC Result Protest : રેલવે તમારી સંપત્તિ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની અપીલ - વિદ્યાર્થીઓ કાયદો હાથમાં ન લે
Railway Minister Ashwini Vaishnav

Follow us on

NTPC પરીક્ષાના પરિણામોમાં ગરબડને લઈને ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગયા જંક્શન ખાતે રેલવેની મિલકત પર હુમલો કર્યો હતો. આ દરમિયાન, ઉશ્કેરાયેલા ઉમેદવારોએ આજે બુધવારે ગયા જિલ્લામાં પ્રદર્શન દરમિયાન હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. ગયા જંકશન (Gaya junction) પર એક ખાલી ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Rail Minister Ashwini Vaishnav) આ અંગે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. નોકરી ઇચ્છતા ઉમેદવારોને ‘જાહેર સંપત્તિ’ને નુકસાન નહી કરવા વિનંતી કરતાં, રેલ્વે મંત્રીએ કહ્યું કે જો તેઓ રેલ્વે જેવી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે.

અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) કહ્યું, ‘હું મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે રેલ્વે તમારી સંપત્તિ છે, તમારે તમારી મિલકતની કાળજી લેવી જોઈએ. અમે તમારી બધી ફરિયાદો અને મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરીશું જે અત્યાર સુધી સામે આવી છે. કોઈપણ વિદ્યાર્થીએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ.

રેલ્વે મંત્રીએ કહ્યું કે કેટલાક લોકો આનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે, હું તેમને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને ગેરસમજ ન કરો. તેમને ગેરમાર્ગે ના દોરો. આ વિદ્યાર્થીઓનો, દેશનો મામલો છે, આપણે તેને સંવેદનશીલતાથી લેવો જોઈએ.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

વાસ્તવમાં, રેલ્વે ભરતી બોર્ડની નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ પરીક્ષા 2021ના પરિણામો 14-15 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. આ પરીક્ષાઓમાં 1 કરોડ 40 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં અસંતોષનો મુદ્દો છવાયેલો રહ્યો છે. જેનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. બિહાર અને દેશના અન્ય ભાગોમાં વિદ્યાર્થીઓ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રેલ્વે મંત્રાલયે રેલ્વેની બંને પરીક્ષાઓ (બિન-તકનીકી લોકપ્રિય કેટેગરી અને રેલ્વે ભરતી બોર્ડની લેવલ-1) પર હાલ માટે રોક લગાવી દીધી છે. રેલ્વે મંત્રાલયે એક સમિતિની રચના કરી છે. જે પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની વાત સાંભળશે. કમિટી પોતાનો રિપોર્ટ રેલ્વે મંત્રાલયને સુપરત કરશે. ત્યારપછી રેલવે મંત્રાલય આગળનો નિર્ણય લેશે. વિદ્યાર્થીઓના વિરોધને જોતા હાલમાં રેલ્વે મંત્રાલયે રેલ્વેની પરીક્ષા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં રેલવે મંત્રીએ ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

લેવલ 1 માં 2 તબક્કાની પરીક્ષાઓ શા માટે ?

આ પ્રશ્નના જવાબમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે જો આખા દેશમાં આટલા મોટા સ્તરે ભરતી કરવાની હોય તો એક જ પરીક્ષા દ્વારા તે કરવું ઘણું મુશ્કેલ છે. સરકાર આ મુદ્દે તપાસ કરશે. તેમ તેમણે જણાવ્યુ હતું.

10+2 માં સ્નાતકોને કેવી રીતે મંજૂરી આપવી ?

વૈષ્ણવે કહ્યું કે કોઈપણ પરીક્ષા માટે ઓછામાં ઓછી લાયકાત જરૂરી છે. મહત્તમ લાયકાતનો કોઈ માપદંડ નથી. તે બંધારણીય વ્યવસ્થા છે. સ્નાતકોને 10+2 પરીક્ષામાં બેસતા અટકાવી શકાય નહીં.

આ પણ વાંચોઃ

રેલ્વે મંત્રાલયે વિરોધ બાદ NTPC અને RRB લેવલ 1 પરીક્ષાઓ પર પ્રતિબંધ મૂક્યો, સમિતિની કરાઈ રચના

આ પણ વાંચોઃ

RRB-NTPC Result: ગયામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ટ્રેનમાં લગાડી આગ, રેલ મંત્રી 3.30 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ

Next Article